Thursday, August 5, 2021
Homeસુરત : દશેરા પહેલા મનપા જાગી, ફરસાણના વેપારીઓને ત્યાં હાથ ધરાયું ચેકીંગ
Array

સુરત : દશેરા પહેલા મનપા જાગી, ફરસાણના વેપારીઓને ત્યાં હાથ ધરાયું ચેકીંગ

દશેરાના દિવસે લોકો ફાફડા અને જલેબીની મિજબાની માણતા હોય છે ત્યારે ભેળસેળ યુકત ફાફડા અને જલેબીનું પણ કેટલાક વેપારીઓ વેચાણ કરતાં હોય છે. દશેરાના પુર્વ દિને સુરતમાં મનપાની ટીમોએ સાત ઝોનમાં ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.

આવતીકાલે દશેરાના તહેવારને અનુલક્ષી શહેરના અલગ અલગ 7 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ વિક્રેતાઓને ત્યાં હાથ ચેકીંગ ધર્યું છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું ધુમ વેચાણ થતું હોય છે. કેટલાક વેપારીઓ હલકી ગુણવત્તાના ફાફડા અને જલેબીનું વેચાણ કરતાં હોય છે. આવા ફાફડા અને જલેબી આરોગવાથી લોકોના સ્વાસ્થયને નુકશાન થતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પુર્વ દિને મનપાની ટીમોએ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. શહેરના અલગ અલગ 7 ઝોનમાં ફરસાણની દુકાનોમાંથી ફાફડા તથા જલેબીના નમુના લઇ તેને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments