સુરત : ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે ભાગેડૂ પોલીસ કર્મીઓ સામે લૂક આઉટ

0
15

સુરતઃખટોદરા પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં કોર્ટમાંથી સીઆરપીસી 70 પ્રમાણે લૂક આઉટ કોર્ટમાંથી મેળવીને ફરાર આરોપી પીઆઈ ખીલેરી સહિત અન્ય પોલીસકર્મીઓ દેશ બહાર ભાગી ન જાય તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાંઆવી છે. આગામી દિવસોમાં આ ફરાર પોલીસ કર્મીઓનો પોસ્ટર પણ લગાવવાની સાથે સાથે મીડિયામાં જાહેરાત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસકર્મીઓ બે મહિનાથી ફરાર છે

કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ પોલીસકર્મીઓ છેલ્લા બે મહિનાથી ફરાર છે. પીઆઈ ખીલ્લેરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓ ફરાર હોવા અંગે પોલીસે ટીમો બનાવીને તેમના વતન સહિતના ઠેકાણે તપાસ કરવા છતાં તેઓ મળી આવ્યા નથી. ત્યારે આગામી સમયમાં કડક પગલાંઓ લેવામાં આવશે. જો કે આ કેસમાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલે પોલીસ સમક્ષ સમર્પણ કરી દીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here