સુરત : કોઝ વે ભયજનક સપાટીએ પહોંચતા વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરાયો

0
24

સુરતઃશહેરમાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે કોઝ વેને બંધ કરવામાં આવ્યો છે. કોઝ વે ભયજનક સપાટી 6 મીટર ઉપર પહોંચતા તકેદારીના ભાગરૂપે વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે તાપીમાં નવા નીર આવવાની શરૂઆત થતાં વેલ પણ કોઝ વે સુધી તણાઈ આવવાનું શરૂ થઈ ગયું છે. કોઝ વે પર લોખંડની ગ્રીલ કાઢીને લાકડાની લગાવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here