સુરત : ભેસ્તાનમાં પોપડા અને પાંડેસરામાં મકાનની છત તૂટ્તા બે વ્યક્તિને ઈજાઓ પહોંચી

0
25

સુરતઃશહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ફરી આવેલી મેઘ સવારીના પગલે પાંડેસરામાં સ્લેબના પોપડા અને ભેસ્તાન વિસ્તારમાં સ્લેબ તૂટવાની ઘટનાઓ બની હતી. ભેસ્તાનના ભીમનગરમાં આવાસનો સ્લેબ તૂટી પડ્યો હતો જ્યારે પાંડેસરામાં આવેલા હાઉસિંગમાં ભોજન કરી રહેલી વ્યક્તિ પર સ્લેબ પડ્યો હતો.જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભેસ્તાનમાં સ્લેબના પોપડા પડ્યા

ભેસ્તાનના ભીમનગર આવાસમાં સ્લેબના પોપડા તૂટી પડ્યાં હતાં.જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આવાસની એ નંબરની બિલ્ડીંગમાં સ્લેબના પોપડા પડતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી.જો કે, આ દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી.

પાંડેસરામાં 40 વર્ષિય યુવક ઈજાગ્રસ્ત

પાંડેસરા હાઉસિંગ પંચવટી આશાપુરી નજીકમાં છત પડી હતી. જેથી નીચે ભોજન કરી રહેલા ચિત્રસેન પ્રધાન (ઉ.વ.આ.40) કાટમાળમાં દબાઈ ગયા હતાં.ધડાકાનો અવાજ સાંભળીને આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ચિત્રસેનને બહાર કાઢ્યો હતો. સાથે રાજા પ્રધાન નામના ઓડિશાના લુમ્સના કારીગરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.ઘટના ની જાણકારી મળતા ફાયર વિભાગ પણ બનાવ વાળી જગીયા પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here