Tuesday, September 21, 2021
Homeસુરત : કાગળ પર છાપ્યા 300 કરોડ, જેના નામે બોગસ બિલ બનાવાયાં...
Array

સુરત : કાગળ પર છાપ્યા 300 કરોડ, જેના નામે બોગસ બિલ બનાવાયાં એ ઝૂંપડામાં રહેનાર પટાવાળા, મજૂર નીકળ્યા

સુરતઃ સમગ્ર રાજ્યમાં રૂપિયા છ હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરતમાંથી હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સ્કેન્ડલમાં હવે ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે. આજે એસજીએસટીની ટીમે પટાવાળા,મજૂર, લેડીઝ-ટેલકના નામે રૂપિયા 300 કરોડનું ટર્નઓવર કરનારા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તમામને મોડી સાંજે ઇનચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ચારે ય આરોપીઓને જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. અધિકારીઓ જણાવી રહ્યા છે કે, આગામી સમયમાં પાલની 11 ફર્મ સહિતના કૌભાંડીઓની ધરપકડ કરાય એવી સંભાવના છે. અગાઉ વડોદરાનો રહેવાસી સુરતમાં હજાર કરોડનો ખેલ કરી ગયો હતો તેને પણ જેલહવાલે કરાયો હતો.

આ રીતે કૌભાંડ આચરાયું
ચારે ય કંપનીઓમાં બિલના જ વ્યવહાર થયા છે. માલની હેરફેર થઈ નથી. ન તો ખરીદી થઈ કે ન વેચાણ. જે ખરીદી થતી તેની ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં જમા રહેતી હતી તેને ભરવાપાત્ર ટેક્સ સાથે એડજસ્ટ કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવતો હતો. બિલ બીજાને વેચીને પણ કમિશન લેવામાં આવતું હતું.

કોની-કોની ધરપકડ
– અભિનય અનિલ અગ્રવાલ, ઉંમર-40
– અબ્દુલ્લા મહંમદ ઇસ્માઇલ શેખ, ઉંમર-35
– દિનેશ રામસ્નેહ પાંડે, ઉંમર-40
– ક્રિષ્ના દિનબંધુ જન્ના, ઉંમર-30

બોગસ બિલિંગ કૌભાંડની સાથે-સાથે

  • એસજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર આર. કે. પરમાર ફરિયાદી બન્યા
  • પાંચ કરોડથી ઉપરના કૌભાંડમાં પાંચ વર્ષથી વધુની સજા
  • પાંચ કરોડથી નીચેના કૌભાંડમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ

કંપની કયાં આવી છે અને કોણ માલિક

  • ટી.એ. ટ્રેડર્સ: ઝાંપાબજારની આ કંપનીના માલિક અભિનય અનિલ અગ્રવાલ પોતે છે. આ કંપનીમાં અંદાજે 50 કરોડના આઉટવર્ડ અને 25 કરોડના ઇનવર્ડ સપ્યાલના વ્યવહાર કરાયા છે અને રૂપિયા 2.78 કરોડની વેરાશાખ લીધી છે.
  • મે. મીત કોર્પોરેશન: ઝાંપાબજારમાં આવેલી આ કંપનીના માલિક ચોપડે દિનેશ રામસ્નેહ પાંડેને બતાવવામાં આવ્યા છે. દિનેશ અભિનવ અનિલ અગ્રવાલને ત્યાં છૂટક મજૂરીકામ કરે છે. દિનેશના સ્ટેટમેન્ટ મુજબ તેણે અભિનય અનિલ અગ્રવાલના કહેવાથી જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા.
  • આશી એન્ટરપ્રાઇઝ: આ કંપનીના માલિક ચોપડે ક્રિષ્ના જન્ના છે. જે અભિનય અનિલ અગ્રવાલને ત્યાં પટાવાળો છે. પેઢીમાં કુલ 70 કરોડથી વધુના આઉટવર્ડ અને 50 કરોડથી વધુના ઇનવર્ડ સપ્લાયનાં બિલો આપ્યાં છે.
  • વિહા ટ્રેડર્સ: આ કંપની રામપુરા પખાલીવાડ ખાતે બતાવાઈ છે. જે ધંધાના સ્થળના માલિક ઇસ્માઇલ શેખને બતાવાયા છે. તે લેડીઝ-ટેલર છે અને માંડ સાત ચોપડી પાસ છે. આ અભિનય અનિલ અગ્રવાલની પેઢીમાં આવક-જાવકના રૂપિયા 100 કરોડથી વધુના વ્યવહારો થયા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments