સુરત : 40 વર્ષ પહેલાં દ.ગુજરાતના ખેડૂતોએ સફેદ માખીથી પાક બચાવવા આ ઉપાય કર્યો હતો

0
28

સુરત : સુરતના (Surat)નાં ખેડૂત સમાજ (farmers Community) દ્વારા રાજ્યના સીએમ વિજય રૂપાણી (CM Rupani) પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે કચ્છ (Kutch) અને બનાસકાંઠા (Banaskatha) તમેજ મહેસાણામાં (Mahesana) તીડના ( Locust) ટોળા આક્રમણ (Attack) કરીને ઊભા પાકને પારવાર નુકસાન પહોંચાડી રહ્યાં છે ત્યારે ઉપદ્રવ મચાવતા તીડ પર હેલિકોપ્ટર (Helicopter) વડે દવાનો (Medicine sprinkle) છંટકાવ કરીને આગળ વધતા તીડને અટકાવવા આવે. ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતમાં આવી પડેલ પરિસ્થિતિમાં આજ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા દવા છાંટવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જાતે સુગરમીલોના ખેતીવાડી વિભાગના સહયોગથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી દવા છંટાવી હતી.

40 વર્ષ પહેલાં દ.ગુજરાતમાં હેલિકોપ્ટરથી દવા છાંટવામાં આવી હતી
40 વર્ષ પહેલાં પણ આજ રીતે દક્ષિણ ગુજરાત માં શેરડી તથા કપાસના પાક ઉપર સફેદ માખીનો ઉપદ્રવ થયો હતો ત્યારે સુગરમીલો અને રાજ્ય સરકારના ખેતીવાડીના સહયોગથી પાક ઉપર હેલિકોપ્ટર દ્વારા જંતુ નાશક દવાનો છંટકાવ કરીને ઉપદ્રવ અટકાવવામાં આવ્યો હતો. જેથી પાકને નુકસાન થતું પણ અટકેલું આ વાતને ધ્યાનમાં લઈ જે રીતે રાજ્યમાં તીડ આક્રમણ અટકાવી શકાય તેમાં છે ત્યારે સરકારે તાતકાલિક નિર્ણય કરી ખેડૂતોના થતા નુકસાનને અટકાવવું જોઈએ તે માટે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાયો છે.

ખેતરમાં દવાનો છંટકાવ કરી રહેલા હેલિકોપ્ટરની ફાઇલ તસવીર

CMને રજૂઆત

સુરત ના ખેડૂત સમાજ દ્વારા આજે રાજ્યના સીએમ ને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે કે આ વર્ષે જે રીતે વધુ વરસાદ ને લઈને ખેડૂતોની કમર તૂટી ગઈ છે. હજુ તો ખેડૂત ઉભા થાય તે પહેલા કરછ બનાસકાંઠા તમેજ મહેસાણામાં જે રીતે તીડ દ્વારા આક્રમણ કરીને ખેડૂતોના ઉભા પાકને આ જંતુ ઓ નુકસાન કરી રહી છે. તેને લઈને સરકાર ને રજૂવાત કરતો પત્ર લખવામાં આવ્યો છે. તીડનો ઉપદ્રવ બીજા કોઈ સાધનોથી કાબૂમાં આવી શકે તેમ નથી તો સરકારે તાકીદે નિર્ણય લઈ હેલિકોપ્ટર દ્વારા તીડ પ્રભાવિત વિસ્તારમાં જંતુનાશક દવાનો હવાઈ સ્પ્રે કરી તીડનો ઉપદ્રવ અટકાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here