સુરત : સિવિલમાં રેસિડેન્ટ તબીબે સારવારમાં એવો સણસણતો તમાચો માર્યો કે દર્દી હોસ્પિટલ છોડીને જ ભાગી ગયો

0
30

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક તબીબે દર્દીને તમાચો મારી દેવાની ઘટનાએ ચકચાર જગાવી છે. અગાઉની જેમ આ ઘટનામાં પણ તપાસ કમિટીનું નાટક કરાયું છે. સિવિલ હોસ્પિટલના ઓર્થો વોર્ડમાં દાખલ અંકિત નામના 17 વર્ષીય દર્દીને ઓર્થો વિભાગના રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવે તમાચો મારી દીધો હતો. વીડિયોમાં દેખાય છે કે ડો.હેમંત અંકિતને તપાસી થોડી સેકન્ડ વાતચીત કર્યા બાદ તમાચો ઠોકી દે છે.અંકિત હતપ્રત થઈ ગયો હતો. મામલો સામે આવતાં સિવિલ ઇન્ચાર્જ અધિક્ષક ડો. પ્રીતિ કાપડિયાએ તપાસ કમિટી બનાવી હતી જેમાં ઓર્થો વિભાગના વડા ડો.હરિ મેનન ,ડો.નિમેષ વર્મા અને ડો.એન.ડી.કંથારીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે તપાસ કમિટીના તપાસ રિપોર્ટ બાદ ડોક્ટર પર કાર્યવાહી થશે કે નહિ એ સવાલ દર વખત બનતી ઘટનાની જેમ યક્ષ પ્રશ્ન બની ઉભો છે.

મારે આ મુદ્દે કઈ પણ કહેવું નથી
આ મામલે હું કઈ જાણતો નથી. મારે કઈ પણ કહેવું નથી. ફસ્ટ્રેશનમાં આવું કોઈ આવું થઈ જાય છે. – હેમત યાદવ, રેસીડન્ટ તબીબ

અન્ય ડોક્ટર સાથે અગાઉ પણ ડો. હેમંત બાખડ્યા હતા 
હેમંત મૂળ હરિયાણાના છે અને 6 મહિના અગાઉ દર્દીની સારવારને લઈ ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર ડો.ઉમેશ ચૌધરી સાથે ગેરવર્તન કરી ચુક્યા છે જેની ફરિયાદ કોલેજના ડીન અને
ખટોદરા પોલીસ મથક સુધી થઇ છે.

અગાઉ તમાચા મારવાની બે ઘટનાઓ બની ચૂકી છે
ગત વર્ષે રેસિડેન્ટ ડોક્ટર જીતેન્દ્રે એક દર્દીને આવી જ રીતે તમાચો જડી દીધો હતો. 24 ફેબ્રુઆરીએ ડો. કૃપાલી કાકડિયાએ પ્રસૂતાને બે લાફા મારી સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ કાન પર મારી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here