સુરત : દેશભરના 120થી વધુ શહીદ પરિવારને 2.50 લાખનો ચેક આપી મારૂતિ વીર જવાન સન્માનતિ કરશે

0
29

સુરતઃદેશભરના શહીદ પરિવારનો તન, મન,ધનથી સાથ સહકાર અને હૂંફ આપવા માટે બનેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં 120થી વધુ શહીદ પરિવારને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી શહીદ થયેલા જવાનોના પરિવારને સુરતમાં ખાતે લાવીને તેમનું જાહેર સન્માન કરવાની સાથે આર્થિક રીતે મદદરૂપ થવા 2.50 લાખનો પ્રત્યેક પરિવારને ચેક આપવામાં આવશે.

ઈન્ડોર સ્ટેડિયમાં કાર્યક્રમ યોજાશે

અઠવાલાઈન્સ ખાતે શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદો કો સલામ નામનો કાર્યક્રમ યોજવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિવારને સન્માનિત કરવાનો આ ત્રીજો કાર્યક્રમ યોજાશે. જેમાં સેનાના ભૂતપૂર્વ અધિકારીઓની સાથે વર્તમાન અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. સાથે જ સમાજના અને શહેરના શ્રેષ્ઠીઓના હસ્તે શહીદોના વીર પરિવારને સન્માનિત કરવામાં આવશે.

રામકથા નિમિત બની

મોરારિબાપુના મુખેથી શહીદો માટેની કથા અગાઉ યોજાઈ હતી. જેમાંથી એકઠી થયેલી દાનની રાશીના વ્યાજમાંથી દરેક પરિવારને આર્થિક રીતે સહાયભૂત થઈ શકાય તે માટે અઢી લાખનો ચેક એનાયત કરવામાં આવશે. મારૂતિ વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ નનુભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, આપણી રક્ષા કરવા માટે પ્રાણોની આહુતિ આપનારા શહીદો માટે ગમે તેટલું કરીએ તે ઓછું છે. આપણે તેનું સન્માન કરીને દેશ તેની સાથે છે. દરેક નાગરિક તેના પરિવારનો હિસ્સો છે તેવી હૂંફ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

કાર્યક્રમનો ખર્ચ દાતાઓ ઉઠાવશે

કાર્યક્રમની જવાબદારી ઉપાડનારા કરૂણેશ રાણપરીયાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં અલગથી થનાર ખર્ચનો એક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here