Friday, April 19, 2024
Homeસુરત : 42 વર્ષની મહિલા બાઇકર્સ ટ્રક રાઇડ પર જશે, 35 દિવસમાં...
Array

સુરત : 42 વર્ષની મહિલા બાઇકર્સ ટ્રક રાઇડ પર જશે, 35 દિવસમાં 13 રાજ્યોમાં 10 હજાર કિમીની સફર ખેડશે

- Advertisement -

સુરતની 42 વર્ષની મહિલા બાઈકર્સ નવું જ સાહસ ખેડવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીથી દુરૈયા તપિયા ટ્રક લઈને 35 દિવસમાં 13 રાજ્યમાં 10 હજાર કિમીની સફર ખેડવા જઈ રહી છે. સશક્ત ભારત અને સશક્ત નારી સહિતનો સંદેશો લોકો સુધી પહોંચડાવાના ઉદ્દેશ્ય સાથે આ ટ્રક રાઈડની શરૂઆત થશે.

4500 ગામડાઓમાંથી પસાર થશે

દુરૈયા તપિયા ટ્રક લઈને નીકળશે જેમાં તે 13 રાજ્યોના 4500 ગામડાઓમાં સફર કરશે.દુરૈયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં ચાલતા કાર્યોની લોકોને જાણ થાય. સશક્ત મહિલા અને આત્મનિર્ભર ભારત જેવા સંદેશા લોકો સુધી પહોંચાડવા તે આ રાઈડ કરી રહી છે. રાઈડને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ લીલીઝંડી આપશે. બાદમાં રાઈડ છેલ્લે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરતમાં પૂરી કરશે.

ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું

35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરૈયાને પ્રોફેશનલ ડ્રાઈવરની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે. દુરૈયા તપિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ માટે ટ્રેનિંગ જરૂરી હતી. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી. હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ દુરૈયા બાઈક પર ભારત સહિતના દેશોમાં ભ્રમણ કરી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular