સુરત : 24 કલાકમાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં 580.40 મિમિ વરસાદ નોંધાયો, ઇનફલો 25025 ક્યુસેક

0
40

સુરત: ઉકાઇ ડેમના ઉપરવાસમાં સતત બીજા દિવસે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વિતેલા 24 કલાકની અંદર ઉપરવાસમાં કુલ 580.40 મીમી વરસાદ ખાબકી જતાં દિવસભર 8700થી લઇ 25 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ રહી હતી.

હથનુરમાંથી 7795 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

આજે(રવિવાર) ડેમની સપાટી 280.74 ફૂટ અને ઇનફલો 25025 ક્યુસેક છે. ઉપરવાસમાં ચીખલધરામાં 82.20 મીમી, બરાહનપુરમાં 62 મીમી, સાગબારામાં 64 મીમી, ગીરાડેમાં 42 મીમી વરસાદ નોંધાયો છે. હથનુરની સપાટી 209.68 મીટર અને ડેમમાંથી 7795 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

કોઝ વેએ ભયજનક સપાટી વટાવી

આગામી 3 દિવસ સુધી શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત જિલ્લામાં વરસાદના કારણે તાપી નદીનું જળસ્તર વધતા વિયર કમ કોઝવે સિઝનમાં પહેલી વાર ભયજનક સપાટી વટાવી દીધી છે. વિયર કમ કોઝવેની સપાટી આજે દસ કલાકે 6.03 મીટર નોંધાઇ હતી.

સુરત જિલ્લામાં વરસાદ(24 કલાક)

બારડોલી- 20 મિમિ
ચોર્યાસી- 6 મિમિ
કામરેજ- 10 મિમિ
મહુવા- 31 મિમિ
માંડવી- 17 મિમિ
માંગરોળ- 31 મિમિ
ઓલપાડ- 17 મિમિ
પલસાણા- 17 મિમિ
સુરત સિટી- 22 મિમિ
ઉમપરપાડા- 21 મિમિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here