ટ્રસ્ટીની દાદાગીરી : સુરતમાં માન્યતા રદનો પત્ર મળ્યા બાદ જ પાંડેસરાની ભગવતી શાળા બંધ થશે

0
27

સુરતઃ માન્યતા રદ કર્યા પછી પણ પાંડેસરાની ભગવતી શાળાએ ધોરણ-9 અને 10ના 100 જેટલા વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. તેવામાં જિલ્લા શિક્ષણાધિકારી સ્કૂલ સામે કડક પગલા લેવાની જગ્યાએ વાલીઓને કહી રહ્યા છે કે, તમારા બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવી દો.શનિવારે સવારે શિક્ષણ નિરીક્ષક જે. કે. પટેલ, હર્ષદ કાનાણી, નિહારીકા બેન સહિતના 6 અધિકારીઓ શાળા પર પહોંચ્યા હતા. તે સમયે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળા રદ કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીનો પત્ર નહીં મળશે ત્યાં સુધી અમે બાળકોને ભણાવીશું.

શાળાના ટ્રસ્ટીઓ કોર્ટમાં ગયા છે

આમ ટ્રસ્ટીનો આવો જવાબ સાંભળતા જ અધિકારીઓ શાળા સામે કઈ કાર્યવાહી કરી શક્યા ન હતા અને વાલીઓ કહ્યું હતું કે, અમે આ શાળાની માન્યતા રદ કરી દીધી છે. જેથી તમે તમારા બાળકોને અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાવી દો.એટલું જ નહીં, શાળા પાસેથી એલસી પણ લઈ લો. આ શાળા સરકારી જમીન પર નથી. શાળાના ટ્રસ્ટીઓ આ મામલે કોર્ટમાં ગયા છે. પણ કોર્ટે તેમને માન્યતા રદ કરવાનો સ્ટે આપ્યો નથી. અધિકારીઓએ ટ્રસ્ટી ગયારામ તિવારીને પુછ્યું કે, તમે હજી સુધી વાલીઓને માન્યતા રદ કરવાની જાણકારી કેમ નથી આપી. તો ટ્રસ્ટીએ કહ્યું કે, તમે જ કહી દો. અમને કોઈ વાંધો નથી. મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ-9માં 49 અને ધોરણ-10માં 51 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા મહિને રૂ. 300 ફી લે છે.

અમે ડરતા નથી, ખોટું હોય તો કાર્યવાહી કરો

જિલ્લા શિક્ષણાધિકારીએ અમને કોઈ પત્ર આપ્યો નથી તો પછી અમે શાળા કઈ રીતે બંધ કરીયે? જે પણ બાળકો આવશે, તેમને અમે ભણાવીશું. વર્ષ 2017 અને 2018માં બોર્ડે કામ ચલાવ માન્યતા આપી હતી. આ વખતે કોર્ટ પાસે માન્યતા મગાશે. જો અમે ખોટા છે તો જિલ્લા શિક્ષણાધિકારીને કહો અમારી સામે કાર્યવાહી કરે. અમે કોઈનાથી ડરતા નથી. કોર્ટ કહેશે શાળા બંધ કરી દો તો અમે શાળા બંધ કરી દેશું.- અવનીશ તિવારી, ટ્રસ્ટી, ભગવતી શાળા

કોર્ટમાં સૂનાવણી થયા પછી નિર્ણય લેવાશે

શાળાએ ફી પરત કરવાની રહેશે. શાળાએ આપેલી એલસી અન્ય શાળામાં માન્ય રખાશે. કારણ કે,બોર્ડે શાળાને કામ ચાલાઉ માન્યતા આપી છે. આ વખતે માન્યતા રદ કરી છે. આ મામલે સ્કૂલને પત્ર પણ આપાયો છે. અમે શાળાને એલસી આપવા માટે આદેશ કર્યો હતો. શનિવારે પણ અમે શાળાને છેલ્લો આદેશ કર્યો છે. સોમવારે કોર્ટમાં સૂનવણી બાદ કાર્યવાહી કરીશું તેવું શિક્ષણ નિરીક્ષક નિહારીકાએ જણાવ્યું હતું.

એટલી આવક નથી કે વારંવાર ફી ભરે: વાલી

ડીઇઓ કચેરીના અધિકારીઓએ વાલીઓ પાસે એક ફોર્મ ભરાવી તેમને પોતાનો નંબર આપીને નજીકની શાળામાં પ્રવેશ લેવા માટે જણાવ્યું હતું. અધિકારીઓએ શાળાને પણ આદેશ કર્યો હતો કે તમામ બાળકોને એલસી આપવું. વાલીઓએ અધિકારીઓને પ્રશ્ન પુછ્યો કે, આટલા દિવસ તમે ક્યા હતા? આ બાબતની અમને જાણ જ નથી. કોઈ પણ શાળા અમારા બાળકને પ્રવેશ આપશે નહીં. તો હવે જવાબદારી કોણ લેશે? અમારી એટલી આવક નથી કે વારંવાર ફી ભરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here