સુરત : શહેરમાંથી 456 અને જિલ્લામાંથી 67 મળી અત્યાર સુધીમાં 523 દર્દીઓ સાજા થયા

0
3

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણએ, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 62 હજારને પાર કરી 62355 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1163 થયો છે. ગત રોજ શહેરમાંથી 456 અને જિલ્લામાંથી 67 મળી અત્યાર સુધીમાં સૌથી વધુ 523 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 57605 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં પણ સતત વધારો
શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3587 થઈ ગઈ છે. આ સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ફરીથી મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. કોરોના દર્દીના મોત બાદ કોઈ વાલીવારસ ન મળતા શનિવારે કોવિડ હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યારે પાલિકા દ્વારા આ મોત જાહેર કેમ ન કરાયું તે હાલ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તેમજ આવી જ રીતે કેટલા મૃતકોની માહીતી જાહેર નથી કરાતી તે પણ હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે.

સિટીમાં કુલ 47855 અને જિલ્લામાં 14500 કેસ
સિટીમાં નવા નોંધાયેલા 607 કેસમાં સૌથી વધુ અઠવામાં 104,રાંદેરમાં 93 અને લિંબાયતમાં 90 કેસ છે. સિટીમાં કુલ કેસ 47855 અને મૃત્યુઆંક 876 છે. જિલ્લામાં કુલ કેસ 14500 અને મૃત્યુઆંક 287 છે. સિટી જિલ્લા મળીને કુલ કેસનો આંક 62355 અને મૃત્યુઆંક 1163 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 44442 અને જિલ્લામાં 13163 મળીને કુલ 57605 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here