સુરત : ડુમસના દરિયામાં ભાઈ-બહેનનો ડૂબતા પહેલાનો વીડિયો સામે આવ્યો, બહેનના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા

0
35

સુરતઃ ડુમસ ફરવા ગયેલા ભટારના એક પરિવારના સભ્યો પૈકી માસીયાઈ ભાઈ-બહેન ડુમસના દરિયામાં ભરતીના ઉતરતા પાણીમાં ડૂબી ગયા હતા. નજર સામે ડૂબી રહેલી બહેનને બચાવવા ગયેલો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ભાઈ-બહેન ડૂબી ગયા હોવાની જાણ થતા સ્થાનીક માછીમારોએ બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બહેન હજુ પણ લાપતા છે. વિધિ વક્રતા કહીએ તો બહેનના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. પરિવારના સભ્યો ડુમસના દરિયાના મસ્તી કરી રહ્યા હતા. જેમાં કરીશ્માએ ડૂબતા પહેલા કરેલી મસ્તી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બહેનની શોધખોળ ચાલી રહી છે

ભટાર રોડ વિવેકાનંદ ગાર્ડન પાસે જમના નગર ગોપાલ પાર્ક ખાતે રહેતા આશાબેન સંતોષભાઈ કટાડે તેમના સંતાનો અને તેમની બે બહેનોના સંતાનો સહિત 8 જેટલા સભ્યો રવિવારે સાંજે ડુમસ ફરવા માટે ગયા હતા. જ્યાં આશાબેનનો પુત્ર અશ્વિન(ઉ.વ.17) અને માસીયાઈ બહેન કરીશ્મા(ઉ.વ.20) સહિત પાંચ ભાઈ બહેન દરિયામાં ન્હાવા માટે ગયા હતા. દરિયા ગણેશ મંદિરથી અડધોથી 1 કિલોમીટર જેટલા અંતરે તેઓ દરિયાના પાણીમાં ન્હાતા હતા. ત્યારે અશ્વિન અને કરિશ્મા અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેથી સાથે ન્હાવા પડેલા અન્ય ભાઈ બહેનોએ બૂમા બૂમ કરતા સ્થાનિક માછીમારો દોડી ગયા હતા અને બન્નેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અશ્વિન મળી આવતા તેને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બચાવવા ગયેલો ભાઈ ગરક થઈ ગયો

માસીયાઈ ભાઈ-બહેનો અને જમાઈ દરિયાના પાણીમાં ન્હાતા હતા. ત્યારે અચાનક ઊંડા પાણીમાં કરિશ્મા ડૂબવા માંડતા અશ્વિન તેને બચાવવાનો પ્રયાસ કરતો હતો. અશ્વિન પણ ભરતીના ઉતરતા પાણીમાં ખેંચાયો હતો ને ગરક થઈ ગયો હતો.

28 જુને કરીશ્માના લગ્ન થયા હતા

દરિયાના પાણીમાં લાપતા થયેલી કરિશ્માના એક મહિનો પહેલા જ 28 જુનના રોજ લગ્ન થયા હતા. પંદર દિવસ સાસરીયામાં રહીને પિયર આવેલી કરિશ્માને લઈ જવા માટે શનિવારે જ તેના પતિ સાગર આવ્યા હતા. જેથી રવિવારે પતિ સાગર અને માસી તેમજ માસીયાઈ ભાઈ બહેનો સાથે તેઓ ડુમસ ફરવા માટે ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here