રહસ્યમય મોત / ડોલવણમાં આશ્રમ શાળામાં 10 વર્ષના ‌‌વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાધો

0
57

સુરતઃ ડોલવણના ચૂનાવાડી ખાતે આવેલ ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વનરાજ આશ્રમશાળા ચૂનાવાડીમાં રહી અભ્યાસ કરતા 10 વર્ષીય વિધાર્થી ગત રવિવારની રાત્રી દરમિયાન 18 બાળકો સાથે નિવાસી રૂમ સૂતેલો હતો, જે બાળકે રાત્રે રૂમના છતના લાકડા સાથે નાયલોન દોરી વડે રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ભારે ચકચાર હતી. પોલીસ સહીત આશ્રમશાળાના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે 10 વર્ષના વિધાર્થીએ ક્યાં કારણસર આપઘાત કર્યો એ ચર્ચાનો વિષય બન્યો હતો. અનેક તર્ક વિતર્ક બાબતે ડોલવણ પોલીસ દ્વારા ગંભીરતા દાખવી તટસ્થ તપાસ હાથ ધરે તો જ હકીકત બહાર આવશે.

સગા નાના ભાઈ સહીત 18 વિધાર્થીઓ સુતેલા હતા

ડોલવણ તાલુકાના છેવાડે આવેલા ચૂનાવાડી ગામની સિમમાં ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વનરાજ આશ્રમ શાળા આવેલી છે. જેમાં હાલ 159 વિધાર્થીઓ આશ્રમમાં રહી અભ્યાસ કરે છે. આ આશ્રમમાં રહી ધોરણ 6માં અભ્યાસ કરતા જીગ્નેશભાઈ રામુભાઇ દાહવડ (રહે પીપરોટી તા. કપરાડા જી. વલસાડ) ગત રવિવારની રાત્રે આશ્રમમાં આવેલા નિવાસી રૂમમાં તેના સગા નાના ભાઈ સહીત 18 વિધાર્થીઓ સુતેલા હતા. તે દરમિયાન રાત્રે 2 કલાકે એક વિધાર્થી લઘુસંકા માટે ઉઠિયો હતો. તે દરમિયાન રૂમમાં જીગ્નેશને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ લેતા તાત્કાલિક વિધાર્થીએ શાળામાં અન્ય શિક્ષક ને બોલાવ્યા હતા. બીજી તરફ વિધાર્થીઓ દ્વારા જીગનેશની લાશને નીચે ઉતારી હતી. 10 વર્ષના માસુમ બાળકે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેવાની જાણ થતા પોલીસ સહિત આશ્રમ શાળાના અધિકારી અને આશ્રમના સંચાલકો દોડી આવ્યા હતા. ચૂનાવાડી ગામમાં જાણ થતા કૌશિકભાઈ ચૌધરી સહીત આગેવાનો આવ્યા હતા.બીજી તરફ સંચાલકોએ મરનાર બાળકના પિતાને જાણ કરતા પીપરોટી ગામથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

અચાનક લાશ જોઈ ગભરાઈ ગયો

વિપુલ રાઠોડે જણાવ્યું હતું કે, રવિવારના રાત્રે રૂમમાં મજાકમસ્તી કરી તમામ વિધાર્થીઓ સુઈ ગયા હતા. જે બાદ હું રાત્રે 2 કલાકે લઘુસંકા કરવા ઉઠિયો હતો, એ દરમિયાન જીગ્નેશને લટકેલી હાલતમાં જોઈ હું ગભરાઈ ગયો હતો. બધા વિધાર્થીઓને ઉઠાડી હું બાજુની રૂમમાં સુતેલા અતુલસરને ઉઠાડવા ગયો હતો. જે દરમિયાન રૂમના અન્ય વિધાર્થીઓ બ્લેડ વડે નાયલોન દોરી કાપી જીગ્નેશની લાશ નીચે ઉતારી હતી.

બાળવિકાસ અધિકારીની મદદ લઇ તપાસ

ડોલવણ પોલીસ ટિમ સ્થળ પર પોહચી હતી.અને જીગ્નેશની લાશને પરિવારને સાથે રાખી વ્યારા ખાતે પેનલ ડોક્ટરોની ટિમ સાથે રાખી પેનલ પીએમ કરાયું છે. ઘટના બાબતે એફ,એસ,એલ ની જાણ કરાઈ છે. હાલ વિધાર્થી ગભરાયેલા હોવાથી તેમજ બાળકો પોલીસને જોઈ ડરી જતા હોવાંના કારણે બાળ વિકાસ અધિકારીની મદદ લઇ નિવેદનો લઇ આગળની કાર્યવાહી હાથ ધરાશે.બાળકોના નિવેદન મહત્વના છે.હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. – એસ.જી. રાઠોડ, પીએસઆઇ, ડોલવણ

કોઇ બાળક એકાએક આવુ પગલું ન ભરે

કોઈ પણ બાળક એકાએક આવું પગલું ન ભરેએ બાળકની અંદર વિવિધ બાબતોના કારણે તેની માનસિકતા ઉદાસીન બની જય છે. જેમાં બાળકોને ભણવામાં રસ ન હોય, પરિવારમાં કોઈ બાબત, અન્ય વિધાર્થીઓ દ્વારા હેરાનગતિ સહીત અનેક બાબતોના કારણે તે માનસિક રીતે ઉદાસીન બની જાય છે.આવા સમયે બાળકોનું વર્તન બદલાય છે.વાલીઓ અથવા શિક્ષકો આવા લક્ષણો દરમિયાન બાળક સાથે ચર્ચા કરી તેને ઉદાસીનતા દૂર કરવી જરૂર છે. – ટિંકલબેન પટેલ, મનોચિકિત્સક જનરલ હોસ્પિટલ, વ્યારા

જિગ્નેશે રાત્રે 9 વાગ્યા સુધી વાંચન કર્યું

છેલ્લા 6 વર્ષથી જીગ્નેશ આ શાળામાં ભણીને અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં મધ્યમ જીગ્નેશ સવારે રમત રમ્યો હતો અને સાંજે 9 કલાક સુધી વાંચન કર્યું હતું. મોડી રાત્રે ક્યાં વિચારના કારણે જીગ્નેશએ આવું પગલું ભર્યું તે સમજાતું નથી. – રણજીત પટેલ, આચાર્ય, વનરાજ આશ્રમ શાળા ચૂનાવાડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here