સુરત : ફાયર સેફ્ટીના અભાવના કારણે જાપાન માર્કેટની 549 દુકાનો સાથે આખેઆખું માર્કેટ સીલ કરી દેવાયું

0
2

ફાયર સેફ્ટી ન ધરાવતી સંસ્થાઓને નોટિસો પાઠવી ફાયર સેફ્ટી ઉભી કરવા તાકિદ બાદ આદેશની અવગણના કરનાર સંસ્થાઓ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરા સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગત રાત્રે રાંદેર, સેન્ટ્રલ , વરાછઆ બી, કતારગામ અને અઠવા ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જાપાન માર્કેટની 549 દુકાનો સાથે આખેઆખું માર્કેટ સીલ કરી દેવાયું છે.

નોટિસો પાઠવવા છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા કાર્યવાહી
તક્ષશીલામાં ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બાદ રાજ્ય સરકાર એકશન મોડમાં આવી હતી. હોસ્પિટલ, શાળાઓ,રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી ફાયર સેફટીના સાધનોની સ્થિતિ જાણવા આદેશ કરાયા હતા. રાજ્ય કક્ષાએથી થયેલા અદેશો બાદ સુરતમાં ફાયરની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયરના સાધનો ન ધરાવતી તેમજ ફાયર એનઓસી વિનાની સંસ્થાઓને નોટિસો પાઠવવા છતાં તંત્રને ભાજીમુળા સમજતા સંસ્થાના સંચાલકોની સાન ઠેકાણે લાવવા તંત્ર દ્વારા કેટલાક દિવસોથી સળંગ કામગીરી હાથ ધરાઈ છે.

રાંદેરની હોટલ એકસીડન્સી પણ સીલ કરાઈ.
રાંદેરની હોટલ એકસીડન્સી પણ સીલ કરાઈ.

હોટલ સહિતની જગ્યાએ સીલ કરાઈ
ગત રાત્રે 50 જેટલા ફાયરના કર્મીઓના સ્ટાફ સાથે ફાયર ઓફિસર હિતેશ ઠાકોર સહિતનાએ રાંદેરની હોટલ એકસીડન્સી, સેન્ટ્રલ જોન જાપાન માર્કેટની 549 દુકાનો, હોટલ ક્રિસ્ટલ, વરાછા બીઝનમાં લસકાણા ખાતે આવેલ ખોડીયાર પ્લાસ્ટીકનું ગોડાઉન, કતારગામ ઝોનમાં ગીરીરાજ અને ખોડીયાર ફર્નિચરના શો રૂમ તેમજ અઠવા જોનમાં આવેલ વર્મા પેલેસને સીલ કર્યા છે. આ કામગીરી મધરાત્રે 2.30 કલાક સુધી અવિરત ચાલુ રખાઈ હતી.

કતારગામ ઝોનમાં ગીરીરાજ અને ખોડીયાર ફર્નિચરના શો રૂમ પણ સીલ કરાયા.
કતારગામ ઝોનમાં ગીરીરાજ અને ખોડીયાર ફર્નિચરના શો રૂમ પણ સીલ કરાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here