સુરત : સફાઈ કામદારોએ મોરચો કાઢ્યો, વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો

0
12

સુરતઃ વિવિધ માંગણીઓ સાથે આજે સુરત મનપા કચેરી બહાર સફાઈ કામદારોએ મોરચો કાઢ્યો હતો. કામદારોની માંગણી હતી કે હાજરી માટે બાયોમેટ્રિક્સ પદ્ધતિ જે અમલમાં લાવવામાં આવે છે તેને નાબૂદ કરવામાં આવે..કારણ કે દૂરથી આવતા કર્મચારીઓ માટે તે શક્ય બનતું નથી.સાથે જ મહેકમ ઘટાડાના નામે 240 કર્મચારીઓની ખોટી રીતે બદલી કરી દેવામાં આવી છે તેની સામે તેમનો વિરોધ હતો. વારસદારોને નોકરી મળે, એક જ કેટેગરીના સફાઈકર્મીઓને સમાન કામ સમાન વેતન આપવામા આવે,ખાલી પડેલી જગ્યા જલ્દી ભરવામાં આવે, શ્રમકાયદાનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે 1000થી 1200 સફાઈ કર્મીઓએ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો.જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થઇ હતી. કર્મચારીઓની માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં તેઓએ ભૂખ હડતાળ સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here