Monday, October 25, 2021
Homeસુરત : ભેસ્તાનમાં દોડતા ટેન્કરોના વિરોધમાં સોસાયટીવાસી અને વિવર્સોએ અટકાવ્યાં
Array

સુરત : ભેસ્તાનમાં દોડતા ટેન્કરોના વિરોધમાં સોસાયટીવાસી અને વિવર્સોએ અટકાવ્યાં

સુરતઃભેસ્તાનની ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે સોસાયટીવાસીઓ અને વિવર્સઓએ બેફામ દોડતા પાણીના 25 જેટલા ટેન્કરો રોડ ઉપર જ અટકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર પાલિકા, પોલીસ અને ઝોનમાં રજુઆત બાદ કોઈ પણ સાંભળતું ન હોવાથી આવું કરવું પડ્યું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

બોરમાંથી પાણી ભરાય છે

પાણી ભરી રોડ ઉપર દોડતા ટેન્કરોને લઈ આ વિસ્તારનો આખો રોડ ધોવાઈ ગયો હોવાથી લોકો હેરાન થઈ રહ્યા હોવાની ફરિયાદ બાદ સ્થાનિક લોકોએ આવું પગલું ભરવું પડ્યાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લગભગ 10-12 જેટલા પાણીના બોરીંગ ચાલી રહ્યા છે. જે કાયદેસર કે ગેરકાયદેસર છે એ બાબતે પણ તપાસ કરવા તમામ સરકારી કચેરીઓમાં રજુઆત કરાઈ છે. તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર 27 ના ભાજપના કોર્પોરેટરને પણ બોલાવી વાસ્તવિકતાથી વાકેફ કરાયા ને પણ મહિનાઓ થઈ ગયા પછી પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. કોઈ સાંભળતું ન હોવાથી લોકોએ કાયદો હાથમાં લેવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવી કહ્યું હતું. આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ વિસ્તારના લોકો આવી જ રીતે ન્યાય મેળવવા લડતા રહેશે તેવું વધુમાં ઉમેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments