સુરત : સિવિલ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને તબીબે ટેબલ પર સાધનો ફેંકતા મેઈલ નર્સ ઈજાગ્રસ્ત

0
54

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થીએટરમાં ચાલુ ઓપરેશન દરમિયાન ઉગ્ર થયેલા તબીબે સાધનો ટેબલ પર ફેંકતા મેઈલ નર્સને સાધન વાગતાં ઈજા પહોંચતા ગંભીર બીમારીના ડરથી સારવાર માટે ટ્રોમા સેન્ટર પહોંચ્યો હતો. સારવાર દરમિયાન આક્ષેપ કરતાં મેઈલ નર્સે તબીબે ગાળા ગાળી કરીને સાધનો ફેંક્યા હોવાના આક્ષેપ કરવાની સાથે એમએલસી નોંધાવ્યું હતું.

ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ

સિવિલમાં દોઢ મહિનાથી મેઈલ નર્સ તરીકે કામ કરતાં આશિષ બટુકભાઈ પાનસુરીયા (ઉ.વ.આ.26)નાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઓર્થોમાં ચાલુ ઓપ્રેશન દરમિયાન આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વપનિલ દ્વારા અપશબ્દો કહેવામાં આવતા તેણે પ્રતિકાર કર્યો હતો. જેથી તબીબે ઓપરેશનના સાધનો ટેબલ પર ફેંકતા એક તેને વાગી ગયું હતું. ઓપરેશનના સાધનોથી હિપેટાઈટીસ અને એઈડસ જેવી ગંભીર બીમારીના ડરથી તે તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા માટે પહોંચી ગયોહતો. આ સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે ન્યાયની અપીલ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here