સુરત : વરિયાવ ગામમાંથી 15 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

0
68

સુરતમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગત અવાર નવાર મળે છે. જેને લઈને પોલીસે નશાનું વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા માટેની કવાયત હાથધરી હતી. જેમાં  MD ડ્રગ્સ સાથે એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

સુરતના વરિયાવ ગામના મકાનમાંથી પોલીસે MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. વરીયાવ ગામ સાર્વજનિક દવાખાના સામે આવેલા સિદાત મહોલ્લાના ઘર નંબર 1055 ખાતેથી મોહમંદ બિલાલ ઉર્ફે બિલાલ બિડી ઈકબાલ ભોલા ઉ.વ.આ.45 અને નુરજહા ઉર્ફે નુરી ઉર્ફે મસ્તાની તે હાજી જુમ્મા સીદીની દીકરી ઉ.વ.આ.40 રહે ઘર નં.2125 બાવા અબ્બાસની દરગાહ, ખાન સાહેબનું ભાટુ ધાસ્તીપુરા ચોકબજાર તથા ઈબ્રાહીમ ઉર્ફે રઉફ ટકલો સરવદ સૈયદ ઉ.વ.45 રહે ઘર નં.2 ગ્રાઉન્ડ ફ્લોર હાઉસિંગ સોસાયટી ગાવ દેવી ડોગરી કામ રોડ, નૂર મસ્જીદની બાજુમાં અંધેરી મુંબઈથી ઝડપી લેવાયા હતાં.

પોલીસે આરોપીઓની અંગજડતી કરતાં એમ્ફેટામાઈન/મેથામ્ફેટામાઈન(એમ.ડી.)ડ્રગ્સ 298.77 ગ્રામ જેની અંદાજિત કિંમત આશરે 14 લાખ 93 હજાર 850 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત અંદાજે 16 હજાર અને 83 હજાર રોકડા મુદ્દામાલ મળી કુલ કિંમત 15 લાખ 93 હજારનો માલ મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓએ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ઈબ્રાહીમ ઉર્ફે રઉફ ટકલોનાએ મુંબઈ ખાતેથી એક અજાણ્યા નાઈજીરીયન પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી સુરત આવી આરોપી નુરજહાં ઉર્ફે નુરી ઉર્ફે મસ્તાનીનો સંપર્ક કરી તેની સાથે આરોપી મોહમંદ બિલ્લાલનાઓ વેચતો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી મુંબઈ સુધી તપાસ શરૂ કરી છે જોકે થોડાં દિવસ પહેલા પણ આ પ્રકારે MD ડ્રગ્સ મળી આવ્યુ હતુ તેના તાર પણ મુંબઈ ખાતે જોડાયેલ હોવાથી પોલીસે એ દિશામાં તપાસ કરવા એક ટિમ પણ મોકલી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here