સુરત : પાણી સંગ્રહને લઈને બબાલ, સોસાયટીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાને માર મરાયો

0
15

સુરતઃ મગદલ્લામાં વરસાદના પાણીના સંગ્રહ ને લઈ સોસાયટીના એક માથાભારે ઇસમે સાળા-બનેવી અને મિત્રોની મદદથી સોસાયટીના 10થી વધુ લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. ગુરુવારની મધરાત્રે થયેલા આ ઝIડામાં હુમલાખોરોએ સોસાયટીની મહિલાઓને પણ ઘસડી ઘસડીને પાઇપ વડે માર માર્યો હતો. ઘટનાની જાણ બાદ દોડી ગયેલી ઉમરા પોલીસની હાજરીમાં પણ હુમલાખોર હિરેન બોધનવાલા આણી મંડળીએ 10-12 નિર્દોષ સોસાયટીવાસીઓ પર હુમલો કરી પોતાનો ધાક દેખાડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તમામને સારવાર માટે સિવિલ ખસેડાતા સુમન આનંદ સોસાયટીના પ્રમુખ અને ઉપ પ્રમુખને દાખલ કરવા પડ્યા હતા. હિરેન બોધનવાલા વિરુદ્ધ 15 દિવસ પહેલા પણ ઉમરા અને પોલીસ કમિશનર ને અરજી કરાઈ સોસાયટીવાસીઓ અસુરક્ષિત હોવા બાબતે ધ્યાન દોરાયું હોય એવું ઇજાગ્રસ્ત ચપકભાઈ ભાટિયાએ જણાવ્યું હતું.

પાણી સંગ્રહને લઈને વાંધો ઉઠાવ્યો

ચપકભાઈએ જણાવ્યું હતું કે હાલ પીવાના પાણીની ઉભી થયેલી સમસ્યા ને લઈ ચોમાસા પહેલા જ તેમની સુમન આનંદ સોસાયટીના સભ્યો દ્વારા વરસાદી પાણીના સંગ્રહ ને લઈ સુંદર આયોજન કરાયું હતું. જે બાબતે સોસાયટીના તમામ સભ્યો મંજૂર થયા હતા. ત્યારબાદ એક ટાંકી બનાવી અગાસીથી લઈ ડોર ટુ ડોર ગેલેરીમાં પાઇપ ફિટિંગ કરી વરસાદી પાણીને સ્ટોરેજ ટાંકી સુધી લઈ આવવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જોકે, પાછળથી સોસાયટીના એક સભ્ય હિરેનભાઈ બોધનવાલાને આ બાબતે વાંધો પડ્યો હતો. અને તેમણે ઝઘડા શરૂ કરી તમામને ગંદી ગાળો આપતા હતા.

ઘરમાંથી કાઢી-કાઢીને માર માર્યો

વધુમાં ઉમેર્યું હતું કે, બસ કોઈ બોલે ને તેને જાહેરમાં ફટકારવાનું આયોજન કરી બેસેલા હિરેનભાઈ સામે સોસાયટીવાસીઓએ એક થઇ ઉમરા અને પોલીસ કમિશનર ને લેખિતમાં રજુઆત કરી હુમલો થવાની દહેશત બાબતે જણાવ્યું હતું. જેને લઈ ઉમરા પોલીસે તેને જવાબ માટે બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી પરત આવેલા હિરેનભાઈએ આ વાતને લઈ તેમના સગા-સંબંધીઓ અને કેટલાક મિત્રોને ભેગા કરી બુધવારની રાત્રે પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિત 12 જેટલા લોકોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા હતા. મહિલાઓને પણ જાહેરમાં મારવામાં આવી હતી. સોસાયટીની સભ્યો પર હુમલો કરવામાં મહિલાઓ પણ હતી. આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ ઉમરા પોલીસ ફરાર હિરેન સહિત 8 જણા ને શોધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here