સુરત : એસીડ પી જનારાઓની ખરાબ અન્નનળીની જગ્યાએ આંતરડું લગાવી સિવિલમાં સર્જરી કરી નવજીવન અપાયું

0
21

સુરતઃ એસીડ પી જવાના બનાવોમાં ડેમેજ થયેલી અન્નનળીની જગ્યાએ મોટું આંતરડું લગાવવાની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 4 દર્દીઓની સફળ સર્જરી કરાઇ છે. આપઘાત કરવા કે અનાયાસે એસિડ પીવાના બનાવમાં અન્ન નળી ડેમેજ થઈ જાય છે. આવા દર્દીઓને શરૂઆતમાં એન્ડોસ્કોપી અને દવાથી સારવાર કરાય છે. આવા દર્દીઓ નૉર્મલ લાઈફ જીવી શકે તે માટે કોલન ઇન્ટરપોઝિશન સર્જરી કરાય છે. જેમાં અન્નનળીની જગ્યાએ મોટું આંતરડું લગાડાય છે. આવી સર્જરીમાં દર્દીના મૃત્યુની પણ શક્યતા રહે છે. સર્જરી વિભાગના તબીબ ડો. પ્રવીણ શર્મા દ્વારા એક સપ્તાહમાં ચાર દર્દીઓની સર્જરી કરાઇ છે.

આમ કરાય છે સર્જરી
સર્જરી વિભાગના ડોક્ટર કરણ ગોસાઈએ જણાવ્યું હતું કે આ સર્જરીને કોલો ઈન્ટરપોઝિશન કહેવાય છે. જેમાં બળી ગયેલી અન્નનળીનું બાયપાસ કરાય છે. મોટા આંતરડાને છાતીના પાછળના ભાગેથી લઈ જઈ અન્નનળીની જગ્યાએ જોડી દેવાય છે. સર્જરી બાદ દર્દી થોડા દિવસો બાદ જમવાનું શરૂ કરી શકે છે અને છ મહિના સુધીમાં એકદમ નૉર્મલ લાઈફ જીવતો થઈ શકે.

કેસ 1 – સહારા દરવાજા, રાજીવ નગરના નંદકિશોર બાબુરાવ ગુપ્તા(35)એ 6 મહિના પૂર્વે કૌટુંબિક ઝગડામાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિવિલમાં નવું જીવન મળ્યું છે.
કેસ 2 – વડોદરાના સુરજ જવાહર યાદવ(21) મિકેનિકલ એન્જિ.નો અભ્યાસ કરતા હતા. ત્રીજા વર્ષમાં બે થી ત્રણ વખત એટીકેટી આવતા એસિડ પી લીધું હતું. અહી સર્જરી કરાવતા સ્થિતિ સ્થિર છે.
કેસ 3 – ભુજની મનીષા રવિલાલ ચારણ(23) દોઢ વર્ષ પહેલા ઘરે ઝગડો થતા એસિડ પી લીધું ભુજ અને અમદાવાદ સુરત સિવિલમાં બતાવ્યું અને હાલત પણ સ્થિર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here