હેરાનગતિ : કુવૈતથી મુંબઈ આવી રતલામ જતું પરિવાર ટ્રેન રદ્દ થતાં સુરત રેલવે સ્ટેશને રઝળી પડ્યું

0
71

સુરતઃદક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જવાથી ટ્રેન વ્યવહારને માઠિ અસર પહોંચી છે. સુરત રેલવે સ્ટેશન પરથી 14 ટ્રેનો રદ્દ કરવામાં આવી જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી ટ્રેનો મુંબઈથી ઉપડીને સુરત રદ્દ કરી દેવામાં આવતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કુવૈતથી એક પરિવાર મુંબઈ ઉતરીને ટ્રેનમાં રતલામ જઈ રહ્યું હતું આ ટ્રેન સુરતમાં થંભાવી દેવાથી આ પરિવારને રતલામ કેમ જવું તે પ્રશ્ન ઉભો થયો હતો.

રતલામની બસ કે અન્ય ટ્રેન નથીઃ અબ્દુલ કાદર

કુવૈતથી મુંબઈ ઉતરી ત્યાંથી ટ્રેનમાં સુરત પહોંચેલા અબ્દુલ કાદરે જણાવ્યું હતું કે, અહિંથી સીધી બસ કે અન્ય કોઈ ટ્રેન નથી તો રતલામ કેવી રીતે જવું..અમે મુંબઈથી ટ્રેનમાં બેઠા ત્યારે કોઈ જ સૂચના અપાઈ નહોતી કે, ટ્રેન આગળ નહીં વધે. જમ્મુ તાવીમાં આવ્યાં અને ટ્રેનને અચાનક ડાયવર્ટ કરી દેવામાં આવી. અગાઉ ખબર હોત તો મુંબઈ જ રોકાઈ ગયા હોત તો ત્યાંથી કોઈ વ્યવસ્થા થઈ શકી હોત. હવે શું કરવું અને કેમ કરવું તે સવાલ ઉભા થયા છે.

15 કલાકથી રેલવે સ્ટેશન પર જ છુઃ અશોક ચડીયાવાલા

સુરતના નિવાસી અને એક મહિના પહેલા ચેન્નાઈ હૈદરાબાદ ટ્રેનમાં રિઝર્વેશન કરાવનાર અશકો ચડીયાવાલાએ જણાવ્યું હતું કે, ગઈ રાત્રે મારી ટ્રેનની ટીકિટ હતી પરંતુ ટ્રેન કેન્સલ થઈ એટલે આજે બીજું બુકીંગ કરાવ્યું. આજની ટ્રેન ચેન્નઈથી અમદાવાદ જવાની હતી પરંતુ આગળ રૂટ બંધ હોવાથી સુરતથી પરત ચૈન્નઈ જશે જેમાં અમે જતાં રહીશું. રેલવે સ્ટેશન પર 15 કલાકથી અટવાતા આખરે હવે ટ્રેનમાં જવાનું મુનાસીબ થશે.

દીકરાના લગ્ન માટે ગોવા જતા હતાઃ હરમીતસિઁઘ

કોટા રાજસ્થાનથી સુરત રેલવે સ્ટેશન આવેલા હરમીતસિંઘ અને તેમની પત્નીએ જણાવ્યું હતું કે, દીકરાના લગ્નની તૈયારીઓ માટે ગોવા જઈ રહ્યા હતા પરંતુ સુરત જ ઉતરી જવાની ફરજ પડી. રેલવે તરફથી રિફંડ મળી ગયું છે. હવે બાય પ્લેન કે પછી બીજા ઓપ્શન વિચારી રહ્યાં છીએ.

રેલવે દ્વારા બસ સુવિધા કરાઈ

ટ્રેન કેન્સલ થવાથી કે ડાયવર્ટ થવાથી મુસાફરોને વધુ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે બસ સ્ટેશનની બસોની રેલવે સ્ટેશનથી સુવિધા કરવામાં આવી છે. રેલવે સ્ટેશનથી નજીકના સ્થળો જેવા કે વડોદરા, અમદાવાદ, મુંબઈ જેવા સેન્ટર માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મુસાફરો મોટી સંખ્યામાં રેલવેની ટીકિટ પર સફર કરવા માટે મજબૂર બન્યા છે.

14 ટ્રેન રદ

બોમ્બે-બદ્રાથી દિલ્હી જતી
ગરીબ રથ
પશ્ચિમ ex
અમૃતસર-બાંદ્રા
અવધ ex
બાંદ્રા -ભુજ
ઇન્દોર
પુણે- ગવાલીયર
પોરબંદર સોવરાષ્ટ્ ex
ગુજરાત ex
જામનગર ઇન્ટરસિટી
હાવડા અમદાવાદ
સ્વરાજ
રાજકોટ સિકંદરાબાદ

ટ્રેન વ્યવહાર ખોરવાયો

મડગાંવ-નિઝામ્મુદ્દિન ટ્રેનને વાયા ઉધના-જલગાંવ રુટ પરથી દોડાવવામાં આવી છે.અમદાવાદ જતી શતાબ્દી ટ્રેન કીમ સ્ટેશને ટમિઁનેટ કરી ફરી મુંબઇ રવાના કરાશે. આમ ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here