ઉજવણી : જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કરાતા સુરતમાં લોકોએ મિઠાઈ વહેંચી

0
20

સુરતઃકેન્દ્રની ભાજપા સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવાના લેવાયેલા ઐતિહાસિક નિર્ણયનો શહેરીજનો દ્વારા ભારે આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. અમરોલીથી લઈને કોલેજના વિદ્યાર્થીઓએ કેક કાપીને ઉજવણી કરી હતી. કતારગામમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યાં હતાં.

ઉજવણી કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવામાં આવતા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. અમરોલી-કતારગામ ખાતે ભારે આતશબાજી કરી જમ્મુ-કાશ્મીરમાંથી દૂર કરવામાં આવેલી 370ની કલમની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હવે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તી ભૂતકાળ બની જશે. શહેરમાં ચાર દિવસ પૂર્વે આવેલા વિનાશક પૂરને ભૂલી જઇ લોકો જમ્મુ-કાશ્મીરમાંથી 370ની દૂર કરવામાં આવેલી કલમ અંગે ઉજવણી કરવામાં લાગી ગયા છે.ઉજવણી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here