આકાશી દ્રશ્યો : સુરતમાં 370ની કલમ મામલે અનોખી ઉજવણી, 500 જેટલા વિદ્યાર્થીઓએ બનાવી માનવ કૃતિ

0
32

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. પણ જમ્મુ-કાશ્મીરમાં પંડિતોમાં એક ઐતિહાસિક તહેવાર જેવો માહોલ જોવા મળી મળ્યો છે. ત્યારે વાઘા બોર્ડર પર લોકોએ ઉજવણી કરી હતી. હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી એક બીજા મીઠાઇ ખવડાવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં એરફોર્સ લોકોની વ્હારે આવી છે. એરફોર્સ દ્વારા લોકોને એરલિફ્ટ કરી રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરતમાં 370 કલમ દૂર થતા ઉજવણીનો માહોલ સર્જાયો છે.

સુરતમાં 370ની કલમ મામલે અનોખી ઉજવણી કરવામાં આવી છે. વેડ રોડ ગુરુકુળના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા માનવ કૃતિ બનાવમાં આવી છે. માનવ કૃતિ વડે 370ની કલમ દૂર થવાના દ્રશ્યો બનાવી ઉજણવી કરી હતી. જેના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.

સુરત અને આણંદમાં જશ્નનો માહોલ 

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવતા ઉજવણી કરવામાં આવી છે. તેમજ મીઠાઈ વહેંચી, અને ફટાકડા ફોડવામાં આવ્યા છે. તો આ તરફ આણંદમાં પણ કાશ્મીર મુદ્દે મોદી સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં જશ્નનો માહોલ જોવા મળ્યુ છે. તેમજ સરદારનું સ્વપ્ન સાકાર થયુ છે. તેમજ જણાવી લોકોએ આતશબાજી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. ઉપલા ગૃહમાં આ મામલે આજે હાથ ધરવામાં આવેલા મતદાનમાં બિલના સમર્થનમાં 99 અને વિરોધમાં 84 મત પડ્યા હતાં. આ પહેલા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ ઉપર ચર્ચા પછી સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસ્તાવ 100ના મુકાબલે 84થી પડી ગયો હતો. જેથી બિલ પાસ થવાનો રસ્તો મોકળો બન્યો હતો. સાથે જ હવે આ બિલને લઈને કાયદો બનાવવાનો માર્ગ પણ સાફ થઈ ગયો છે. હવે રાષ્ટ્રપતિ પાસેથી મંજુરી મળતા જ આ બિલ કાયદો બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here