સુરત : પાર્લે પોઈન્ટ ખાતે ગર્ભવતી મહિલાઓએ પેઈન્ટિંગ કરીને સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી

0
38

સુરતઃઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા રાજલક્ષઅમી કોમ્પલેક્સમાં પ્રેગ્નન્સી 101 દ્વારા સ્તનપાન સપ્તાહ અંતર્ગત ગર્ભવતી મહિલાએ પેઈન્ટિંગ કરીને પ્રેગન્સીની યાત્રા દર્શાવવાની સાથે સાથે સ્તનપાનના મહત્વ અંગેનો સંદેશો વહેતો કર્યો હતો.

સ્તપાનના મહત્વને પ્રમોટ કરતાં પેઈન્ટિંગ

તુશિતા રાઠોડએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી અંતર્ગત ગર્ભવતિ મહિલાઓએ પેઈન્ટિંગ કરીને પોતાના મનના ભાવોને કેનવાસ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.ગર્ભવતિ મહિલાઓ માટે કલ્પના કરવી ખૂબ જરૂરી હોય છે. માતા કલ્પના કરે તે આવનારા બાળક માટે જરૂરી હોય છે. માતાની કલ્પના અને તેની ગર્ભવતિ થવાની યાત્રાને મહિલાઓએ કેનવાસ પર રજૂ કરીને સમાજને સ્તનપાનના મહત્વ અંગે સારો મેસેજ આપ્યો છે. પ્રથમ છ માસ બાળક માટે સ્તનપાન જરૂરી હોવાથી પેઈન્ટિંગ દ્વારા ઉજવણી કરવામાં આવી છે.

બાળક પણ પેઈન્ટિંગ કરતું હતુઃગર્ભવતિ

ગર્ભવતિ મહિલાએ જણાવ્યું હતું કે, હું જ્યારે કેનવાસ પર પેઈન્ટિંગ કરતી હતી ત્યારે મારી અંદર ઉછરી રહેલું બાળક પણ મને જાણે નિર્દેશ કરતું હતું કે આ રીતે આકાર આપો કે આ કલર અહીં લગાવો. મને પેઈન્ટિંગ કરીને ખૂબ જ આનંદ થયો. પેઈન્ટિંગ દ્વારા મેં મારી ગર્ભ ધારણ કરવાની સમગ્ર જર્ની કેનવાસ પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પેઈન્ટિંગ કરવાથી મારી સાથે અંદરનું બાળક પણ ખુશ થયું હોવાની લાગણી અનુભવી હતી.

અલગ રીતે ઉજવણી

ગર્ભવતિ મહિલાઓને યોગ, સહિતની કસરતો વગેરે કરાવવામાં આવે છે. મહિલાઓને ગર્ભ ધારણ કરતી વખતે શારિરીકની સાથે માનસિક હેલ્થી રહેવું પણ ખુબ જરૂરી હોવાથી તેમના માટે આ અનોખી રીતની ઉજવણી કરવાનો પ્રયાસ કરવાની સાથે સોસાયટીને સારો મેસેજ અપાયો હોવાનું તુશિતા રાઠોડે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here