Thursday, October 28, 2021
Homeસંસ્મરણો / સુષ્મા સ્વરાજને સુરતની ઘારી પસંદ આવતા પરિવારજનો માટે પણ લઈ...
Array

સંસ્મરણો / સુષ્મા સ્વરાજને સુરતની ઘારી પસંદ આવતા પરિવારજનો માટે પણ લઈ ગયા હતા

સુરતઃ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટએટેકમાં નિધન થયું હતું. તેમનો સુરત સાથે પણ નાતો રહ્યો છે. સુરતમાં 13 વર્ષ પહેલાં સુષ્મા સ્વરાજ મહિલાઓના એક કાર્યક્રમમાં મહેમાન બન્યા ત્યારે આખો દિવસ સુરતમાં રોકાયા હતાં. સુરતમાં અગાઉ ચૂંટણી પ્રચાર માટે પણ આવ્યા હતાં. તેઓએ ઘારીનો સ્વાદ પણ માણ્યો હતો અને પોતાના પરિવાર માટે લઈ પણ ગયા હતાં.

ઘારી ભાવતા પરિવાર માટે પણ લઈ ગયા હતા

સાંસદ સી.આર.પાટીલે સુષ્મા સ્વરાજ સાથેની સુરતની જોડાયેલી યાદો દિવ્ય ભાસ્કરને જણાવી હતી. સુરત ખાતે મહિલાનો કાર્યક્રમ હતો ત્યારે વર્ષ 2006-7માં સુષ્મા સ્વરાજ અને સુમિત્રા મહાજન બંને સાથે આવ્યા હતાં. બંને આખો દિવસ સુરતમાં રોકાયા હતાં. ત્યારે ઘારી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઘારી પરનું ઘી જોતા ચમચીથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો.ત્યારે અમે કહ્યું કે ઘારી તો ઘી સાથે જ ખાવાની હોય તો એમણે કહ્યું હતું કે, ઓ..હો..હો આટલું બધું ઘી કેવી રીતે ખાઈ શકાય. ઘારી ભાવતા તેઓ પરિવાર માટે પણ લઈ ગયા હતા.તેઓ એક પ્રખર બુદ્ધિશાળી અને સારા વક્તાહતા. તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન હતું.

બાજપાઈ જૈવી તેમની શૈલી હતી

શાસક પક્ષ નેતા ગિરજાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, 2 દિવસ તેઓ કાર્યક્રમમાં યુ.પી.ખાતે સુષ્મા સ્વરાજ સાથે જ હતાં. સુષ્માજી ખુબજ મિલનસાર સ્વાભાવના અને પોતાના વાત એટલી સરળ રીતે લોકોને સમજાવતા હતાં. અટલબિહારી બાજપાઈ જૈવી તેમની શૈલી હતી. સુષ્મા સ્વરાજ ચુંટણી પ્રચાર માટે સુરત આવ્યા હતાં. બીજી વખત તેમનો કાર્યક્રમ કેન્સલ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments