સુરત : પિતા જ બન્યો હેવાન, 9 વર્ષની બાળકી ઘરમાં એકલી હતી ત્યારે ગુજાર્યું દુષ્કર્મ

0
8

સુરત. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. બાળકી ઘરમાં એકલી હતી અને માતા પાણી ભરવા ગઈ હતી. આ દરમિયાન સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ પોસ્કો સહિતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એકાદ વર્ષ અગાઉ પણ દુષ્કર્મ ગુજારેલું

ડુમસ પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર આરોપી બબલિ તુરી રહે. એબીજી કોલોની મગદલ્લા બંદર ડુમસ મૂળ વતન પકોરા ઝારખંડનાએ નવ વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. માતા આઠમી જૂનના રોજ સાંજના સમયે છ વાગ્યાથી સાડા સાતેક વાગ્યા દરમિયાન તેમની કોલોનીમાં પાણી ભરવા માટે ગયા હતાં. આ દરમિયાન નવ વર્ષની દીકરી ઘરે એકલી હતી. જેથી આરોપી બબલિએ એકલતાનો લાભ લઈને બાળકી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ બાળકીની માતાને થતાં તેમણે બાળકીની પુછપરછ કરી હતી.

અગાઉ પણ દુષ્કર્મ આચરેલું

બાળકીએ અગાઉ એકાદ વર્ષ પહેલા પણ બબલિએ ત્રણેક વખત આ રીતે જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી માતાએ હિંમત એકઠી કરીને આરોપી બબલિ વિરૂધ્ધ કન્ટ્રોલમાં ફોન કરીને જાણ કરી હીત. બાદમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નીશાન-તબીબ

મેડિકલ ઓફિસર ડો.ઓમકાર ચૌધરીએ તબીબી પરીક્ષણ બાદ માસૂમને દાખલ કરી છે. માસૂમ બાળકીના ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યાં છે. સોમવારની સાંજે બનેલી ઘટના બાદ પોલીસ માસૂમ મેં વહેલી સવારે તબીબી પરીક્ષણ માટે લઈ આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.મેડિકલ ઓફિસર ડો. ઓમકાર ચૌધરી કહે છે કે, 30 થી 45 મિનિટમાં તબીબી પરીક્ષણ કરાઈ તો પુરાવા મજબૂત બની શકે છે. જો કે, કપડાં પરથી લોહીના ડાઘ મળી આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here