સુરત : લગ્નના દોઢ વર્ષમાં પરિણીતાએ ત્રણ માસના ગર્ભ સાથે આપઘાત કર્યો

0
29

સુરતઃ લગ્નના દોઢ વર્ષમાં મુંબઈની પરિણીતાએ ત્રણ માસના ગર્ભ સાથે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. લગ્ન બાદ સાસુ અને નણંદ સાથેના સતત વિવાદ પછી પત્ની પતિ સાથે સુરત સ્થાઈ થઈ હતી. સવારે પતિ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ પતનીએ આવું પગલું ભરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ સાથે ફોન પર વાત બાદ ઝઘડો થયો હતો

સચિન-ગભેણી રોડ પર આવેલી રામેશ્વર કોલોનીમાં રહેતા મૃતકના પાડોશીઓએ જણાવ્યું હતું કે અનવરીખાતુનના લગ્ન મુંબઈના શાહરૂખ નૂરઅલી શેખ સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ અનવરીખાતુન અને તેની સાસુ અને નણંદ વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જતા ટૂંકા ગાળામાં જ શાહરૂખ પત્ની સાથે સુરત આવી સાસરી નજીક ભાડાના મકાનમાં રહેતો હતો. શાહરૂખ મુંબઈની એક કંપનીમાં ટ્રક ડ્રાઇવર હોવાથી તે પરત મુંબઈ ચાલી ગયો હતો. દોઢ મહિનાથી પિયર પાસે રહેતી અનવરીખાતુન અને પતિ શાહરૂખ વચ્ચે ટેલિફોન વાતચીત બાદ કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. ત્યારબાદ અનવરીએ પતિના ફોન ન ઉપડતા શાહરૂખે સાળાને ફોન કરી બહેન સાથે વાત કરાવવા અનુરોધ કર્યો હતો. ત્યારે અનવરી પોતાના ઘરનો દરવાજો ન ખોલતા ભાઈએ બારીમાંથી જોતા બહેન પંખા સાથે લટકતી મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ માં અનવરી ને ત્રણ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here