Thursday, October 28, 2021
Homeસુરત : કામરેજના MLAના પુત્ર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી...
Array

સુરત : કામરેજના MLAના પુત્ર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

સુરતઃ કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનારે ધમકી આપતું રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહેઃ શરદ

મળતી માહિતી પ્રમાણે, પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત 2 ઓગસ્ટના રોજ ફેસબૂકમાં શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, જે શાળાની મુલાકાત લીધી તેની હાલત જોઈ અને જોઈએ તો કેટલા સમયમાં નિકાલ આવશે?. રાજેન્દ્રભાઈનો આ લખાણ કરવા પાછળનો હેતુ એ હતો કે, સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદેશીને કરી ન હતી. દરમિયાન 3 ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચિત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારા ખોટા કામમાં કોઈ સાથ સહકાર ન આપે અને તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહે. અને ગાળા ગાળી કરી અસભ્ય વર્તન કર્યું હતું. જેથી ગાળો ન આપવા જણાવતા ધમકી આપી હતી કે, હવે ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જોવો પછી ખબર પડશે. રાજેન્દ્રભાઈને આપવામાં આવેલી ધમકીના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પહેલાં ઉશ્કેરણી કરી હતીઃ MLA વીડી ઝાલાવડિયા

પુત્ર વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે ધારાસભ્ય વીડી ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે, પહેલાં પોસ્ટ કરીને ઉશ્કેરણી કરવામાં આવી છે. અને અગાઉ માફી માંગી પોસ્ટ ન કરવા અંગે જણાવ્યું હતું. જોકે, બે દિવસ બાદ ફરી પોસ્ટ કરવા લાગ્યો હતો. જે બાબતે તમામ પુરાવાઓ પોલીસને આપવામાં આવ્યા છે. અને ફરિયાદીના પણ અનેક ખોટા કામો બહાર આવશે.

અગાઉ પણ ફરિયાદ નોંધાઈ હતી

માર્ચ 2018માં ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ ઝાલાવડીયા સામે સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા અને તેના મિત્ર શૈલેષ મેર દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ તેમની સોસાયટીમાંથી રેતી ભરેલી ટ્રકો બન્ને આરોપીના કહેવા મુજબ લઈ જવામાં આવી રહી હતી.મોડી રાત્રે સોસાયટીમાંથી રેતીની ટ્રકો પસાર થવાના કારણે લોકોને હેરાનગતિ થતી હોય લલિતે બંનેને ટકોર કરી હતી. તાપી નદીમાંથી રેતી લાવવામાં આવી રહી હોય તે અંગે પણ પુછપરછ કરી હતી. જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments