Thursday, March 28, 2024
Homeસુરત : ઉકાઇની સપાટી 321 પહોંચી, 330 થાય તો આખું વરસ રાહત
Array

સુરત : ઉકાઇની સપાટી 321 પહોંચી, 330 થાય તો આખું વરસ રાહત

- Advertisement -

સુરતઃ ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ પહોંચી જાય તો સુરત શહેર અને ખેડૂતોને આખું વર્ષ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. હાલની સપાટી 321 ફૂટ છે જે 330થી 9 ફૂટ દૂર છે. ગત વર્ષે નબળા વરસાદથી ઉકાઇ ડેમ 319 ફૂટ સુધી જ ભરાયું હતું. ચાલુ વર્ષે શહેરમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું ન હતું. જૂનના બીજાવીકે તો ઉકાઇનું લેવલ ડેડસ્ટોરેજ સુધી પહોંચી ગયું હતું. એક પખવાડિયામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઇ ડેમની સપાટીમાં સડસડાટ વધારો થયો હતો. હાલમાં ઉકાઇ ડેમમાં 3143 એમસીએમ પાણીનું લાઇવ સ્ટોરેજ છે. ડેમની કુલ લાઇવ સ્ટોરેજ કેપેસીટી 6730 એમસીએમ છે. ઉકાઇ ડેમ 46 ટકા ભરાયો છે. રૂલ લેવલ 335 ફૂટથી હાલની સપાટી 14 ફૂટ ઓછી છે. હજુ ચોમાસાને દોઢ મહિનો બાકી છે જેથી ચાલુ સિઝનમાં સારા વરસાદથી સપાટી રૂલ લેવલ નજીક પહોંચે તેવી સંભાવના છે. હથનુર ડેમની સપાટી 209.86 મીટર અને 24102 ક્યુસેક આઉટફલો છે.

આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનર સક્રિય થવાના કારણે આગામી 10 ઓગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 11 કિ.મી ઝડપે પવન ફૂંકાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular