સુરતનું ગૌરવ :14 વર્ષની હેત્વી એ બાંગ્લાદેશમાં યોજાયેલી એશિયન યોગા ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યું

0
26

સુરતઃ એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ બાંગ્લાદેશના ઢાકામાં યોજાઈ હતી. જેમાં સુરતની 14 વર્ષની હેત્વીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હેત્વીની સિધ્ધિને પરિવારજનો સહિતના લોકોએ વધાવી લીધી હતી.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

હેત્વી પાનસુરીયા છેલ્લા ચાર વર્ષથી યોગાસન કરી રહી છે. તેમની સફળતામાં મુખ્ય ફાળો આપતા તેણીએ કોચ રિંકેશ ધાનાણી અને કેયુર ગાબાણીની સાથે માતા પિતાને આપ્યો છે. ગયા વર્ષે અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ગોટ ટેલેન્ટમાં ફર્સ્ટ રનર-અપ રહીને સુરતનું નામ રોશન કર્યું હતું અને તાજેતરમાં જ બેંગલોર ખાતે યોજાયેલ હિમાલય યોગ ઓલમ્પિયાડ 2018માં નેશનલ લેવલે ભાગ લીધો હતો.

ભારે મહેનતથી સફળતા મેળવી

હેત્વીની સફળતાને લઈને તેમના મમ્મી રસીલાબેન પાનસુરીયાએ જણાવ્યું હતું કે, હેત્વી છેલ્લા ચારથી પાંચ વર્ષથી મહેનત કરતી હતી અને હું પણ તેની પ્રેક્ટિસ માટે મારું કામ છોડીને તેને લેવા મુકવા માટે જતી હતી. તેણે ક્યારેય પણ આળસ કરી નહોતી સતત મહેનત અને પરિશ્રમથી તેણે આ સફળતા મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here