સુરત – કાપોદ્રામાંથી 14 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપીને યુવકે વતન ગારીયાધાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું

0
9
પોલીસે આરોપીને ઝડપીને લઈને એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
  • લગ્ન કરવાની લાલચે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ
  • પોલીસે આરોપીને અપહરણ દુષ્કર્મની ફરિયાદ નોંધી
પોલીસે આરોપીને ઝડપીને લઈને એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

સીએન 24,ગુજરાત

સુરતકાપોદ્રા વિસ્તારમાં 14વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. 21 વર્ષીય યુવકે 14 વર્ષની બાળકીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને બાઈક પર ફરવા લઈ જતો. બાદમાં બાળકીને લગ્નની લાલચ આપીને પોતાના વતન ગારીયાધાર લઈ ગયેલો. બાળકીનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાયેલી. જેથી પોલીસે તપાસ કરતાં આરોપીને ઝડપી લઈને અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. ગારીયાધારથી આરોપી ઝડપાતા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીને મુકી આરોપી નાસી છૂટ્યો હતો
કાપોદ્રા પોલીસમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. થોડાક દિવસ બાદ બાળકીને સગા સંબંધીને ત્યાં મુકી આરોપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પરિવારજનો બાળકીને લઈ પોલીસ મથકમાં હાજર કરી હતી. ત્યાં પોલીસએ બાળકીનું નિવેદન લેતા જાણવા મળ્યું કે, બાળકીને 21 વર્ષીય દીક્ષિત દિપક મકવાણા પ્રેમ સંબન્ધ બાંધી તેને લગ્નની લાલચ આપી ભગાવી ગયો હતો.

ફરવાના બહાને અપહરણ કરાયેલું
આરોપી બાળકીને કામરેજ સુધી બાઇક પર ફરવા જવાના બહાને લઈ ગયો હતો ત્યારબાદ તેને બસમાં બેસાડી પોતાના વતન લઈ ગયો હતો. ત્યાં દીક્ષિતએ એક ખેતરમાં લઇ જઇ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોતાની હવસ સંતોષી તેણે બાળકીને તેના જ સગા સંબંધીને ત્યાં મૂકી આવ્યો હોવાનું બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું.સમગ્ર મામલે બાળકી નાદાન હોય અને તેને સારા ખરાબની સમજ ન હોય તેથી તેનું નિવેદન લઈ આરોપી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

ગારીયાધારથી આરોપી ઝડપાયો
પોલીસે આરોપી દીક્ષિતને ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. સ્થાનિક પોલીસ મથકમાં તેના ફોટોગ્રાફ આપી શોધખોળ શરૂ કરી હતી ત્યારે ગત રોજ ગારીયાધાર પોલીસને બાતમી મળી હતી કે, જે દીક્ષિતને દુષ્કર્મના ગુનામાં શોધી રહી છે. તે એ જ વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી પોલીસએ બાતમીની ખરાઈ કરી આ યુવકને ગરિયાધારના નિવાવડી ગામથી પકડી પાડી કાપોદ્રા પોલીસને કબ્જો સોંપ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસએ તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here