Wednesday, September 22, 2021
Homeસુરત : 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભૂવાએ આપઘાતનો પ્રયાસ કર્યો...
Array

સુરત : 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભૂવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના

સુરત શહેરમાં 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભૂવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂવા બિપીન સોંધરવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બિપીન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઇરલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ઘટના શું હતી?

સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભૂવા બિપીન સોંધરવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

21 વર્ષીય યુવતીએ ભૂવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

21 વર્ષીય યુવતીએ ભૂવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

યુવતીને ભૂવો દાસીની જેમ રાખતો હતો

2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોય આ યુવતી બિપીનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.

ઉગત આવાસમાં યુવતી પર પાંચ મહિના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ઉગત આવાસમાં યુવતી પર પાંચ મહિના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ભૂવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

યુવતીએ બિપીન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા બિપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને બિપીનને સારવાર અર્થે મનપા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિપીનને રાંદેર પોલીસ શોધી રહી હતી. દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બિપીન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઈરલ થયા.

બિપીન ભૂવો હોવાનો ઢોંગ કરતો વીડિયો વાઈરલ થયા.

ભૂવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

ભૂવાના બિપીન સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધવતા ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો નજરે પડી રહ્યો છે. આ સાથે અન્ય ભૂવાઓને ઠગ કહી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments