સુરત: ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ!, ટેન્ડર વગર લાખોની ખરીદી કરી નાખી

0
33

સુરત: સુરતમાં ડસ્ટબીન ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડર વગર જ 44 લાખ રૂપિયાની ડસ્ટબીન ખરીદવામાં આવી. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબીન ખરીદ કરવામાં આવી છે. હલકી કક્ષાના ડસ્ટબીન ઊચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા મનપાએ 600 કન્ટેઈનર હટાવી લીધા હતાં. ત્યારબાદ સાત ઝોનમાં 4 કરોડના ડસ્ટબીન ખરીદવામાં આવ્યાં હતાં.

મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ હલકી કક્ષાના ડસ્ટબીન ઊંચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થયા છે. ટેન્ડર બહાર પાડ્યા વગર જ 44 લાખના ડસ્ટબીન ખરીદ્યા હોવાનું કહેવાય છે. સાત ઝોનમાં ચાર કરોડના ડસ્ટબીન ખરીદાયા હતાં. દોઢ વર્ષમાં જ મોટાભાગના ડસ્ટબીન તૂટી ગયાં. નવા ડસ્ટબીન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવાની જગ્યાએ બારોબાર ખરીદી કરવામાં આવી.

 

આ ખરીદી ખાનગી એજન્સીઓ પાસેથી થઈ. અગાઉ જે એજન્સી પાસેથી ખરીદી કરાઈ તે જ એજન્સી પાસેથી ટેન્ડર વગર ફરીથી ખરીદી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here