સુરત : શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા દલાલનું 24 કલાકમાં મોત

0
4

સુરત શહેરમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા જમીન દલાલનું 24 કલાકમાં જ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. 38 વર્ષીય મુન્નાસિંગ રજાપૂતનું વજન 175 કિલો જેટલું હતું. હાલ મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, ડોક્ટરો દ્વારા એનેસ્થેસિયાના વધારે ડોઝ આપવાના કારણે મોત થયું છે.

મૃતકનું વજન 160-175 કિલો હતું
મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં આવેલા અયોધ્યનગરમાં મૂળ યુપીનો મુન્નાસિંગ વિસર્જન સિંગ રાજપૂત (ઉ.વ. 38) માતા-પિતા, નાના ભાઈ અને પત્ની તેમજ બે સંતાન સાથે રહેતો હતો અને જમીન દલાલીનું કામ કરતો હતો. મુન્નાસિંગનું 165-175 કિલોનું વજન હોવાથી હેરાન હતા. બુધવારે અડાજણની ખાનગી હોસ્પિટલમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી હતી. જ્યાં એનેસ્થેસિયા આપી તમામ રિપોર્ટ કઢાયા હતા. ત્યારબાદ રાત્રે 9 વાગે ઘરે ગયા બાદ ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી.

મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું.
મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું.

મિત્રો જગાડવા ગયા તો ઉઠ્યો જ નહીં
અડાજણના ડોક્ટરને ફોન કરી તકલીફ કહેતા નજીકની હોસ્પિટલનું નામ સરનામું આપી ત્યાં લઈ જવા સલાહ અપાઇ હતી. નજીકની હોસ્પિટલમાં ફોન કરી જાણ કરતા ગુરુવારે સાંજે 4થી7 માં આવવાનું એપોઇનમેન્ટ અપાયું હતું. ગુરુવારે મિત્રો 3 વાગ્યા સુધી મુન્નાસિંગ સાથે હતા. ત્યારબાદ મિત્રો ઘરે ગયા બાદ સાંજે 5 વાગે પરત આવ્યા હતા. પરિવારે કહ્યું સૂઈ રહ્યા છે એટલે મિત્રો જગાડવા ગયા તો જાગ્યા નહીં.

હરતો-ફરતો યુવક મોતને ભેટતા એક આશ્ચર્ય
મુન્નાસિંગને 108માં સિવિલ લાવ્યા તો મૃત જાહેર કરાયો હતો. આજે પરિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માગ કરતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. આ સાથે ડીંડોલી પોલીસ તપાસ કરી રહી છે. પરિવારનું કહેવું છે કે, એનેસ્થેસિયાનો વધારે ડોઝ અપાયો હોય શકે એવું માનવું છે. પોસ્ટમોર્ટમમાં તમામ હકીકત બહાર આવી જશે, અમને ન્યાય જોઈએ. પ્રેશર નહીં, સુગર નહીં અને હરતા ફરતા મુન્ના ભાઈ વેઇટ લોસ માટે ગયા અને શારીરિક તપાસ બાદ મોતને ભેટતા એક આશ્ચર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here