Monday, September 20, 2021
Homeસુરત : કોવિડ હોસ્પિટલમાં RMOનો કોલર પકડનાર યુવક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી
Array

સુરત : કોવિડ હોસ્પિટલમાં RMOનો કોલર પકડનાર યુવક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

નવી સિવિલમાં કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીના સબંધી દ્વારા આર.એમ.ઓ ડો. ઉમેશ ચૌધરીને અપશબ્દો ઉચ્ચારી કોલર પકડી લઇ ખુરશી મારવાનો પ્રયાસ કરવાની ઘટનામાં ખટોદરા પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
નવી સિવિલ કેમ્પસમાં કિડની હોસ્પિટલની અંદર બનાવવામાં આવેલા કોવિડ 19 હોસ્પિટલમાં બે દિવસ અગાઉ આર.એમ.ઓ ડો. ઉમેશ ચૌધરી ફરજ પર હાજર હતા. તે દરમિયાન હોસ્પિટલના છઠ્ઠા માળે કોરોના સક્રમિત દર્દી ઉમેદ ઠાકોરભાઇ ચૌધરીના સબંધી અમિતસિંહ પરમારે ડો. ઉમેશ ચૌધરીને દર્દીના સારવાર સબંધિત સ્ટેટસ પુછી દર્દીને મળવા જવાની પરમીશન માંગી હતી. જો કે ડો. ચૌધરીએ દર્દીના સારવારનું સ્ટેટસ વોર્ડમાંથી મેળવીને જણાવશે એમ કહ્યું હતું. પરંતુ કોરોનાના વધતા સક્રમણને પગલે અમિતસિંહને વોર્ડમાં જવાની પરમીનશ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી અમિતસિંહે ડો. ચૌધરીને હોસ્પિટલના અન્ય સ્ટાફની સામે અપશબ્દો ઉચ્ચારી ખુરશી મારવાનો પ્રયાસ કરી કોલર પકડી લીધો હતો. ઉપરાંત હોસ્પિટલની બહાર નીકળશે ત્યારે માર મારવાની ધમકી આપી હતી. જેને પગલે આસિસ્ટન્ટ આર.એમ.ઓ ડો. અંશુલ ઉપરાંત અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને અમિતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ અમિતે અપશબ્દો ઉચ્ચારવાનું ચાલુ રાખી હોબાળો મચાવતા છેવટે ખટોદરા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આજ રોજ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જ હરેન ચંદ્રકાંત ગાંધીએ ખટોદરા પોલીસમાં અમિતસિંહ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments