Saturday, September 18, 2021
Homeસુરત : દહીંહાડીનું એક એવું મંડળ કે જેણે મંડળના સભ્યોના ઇન્શ્યોરન્સની 7...
Array

સુરત : દહીંહાડીનું એક એવું મંડળ કે જેણે મંડળના સભ્યોના ઇન્શ્યોરન્સની 7 લાખથી વધુની રકમ કોરોનામાં લોકોની સેવા માટે વાપરી

સુરત જ એક એવું શહેર છે જ્યાં દરેક તહેવારની ઉજવણી ખુબજ ધામધુમ પુર્વક કરવામાં તો આવે જ છે, પરંતુ આ સાથે જ દરેક તહેવાર એક સેવાનું કાર્ય પણ બની રહેતું હોય છે પછી તે ગણપતિ મહોત્સવ હોય કે જન્માષ્ટમીનો તહેવાર હોય. સુરતનું આવું જ એક જન્માષ્ટમીમાં મટકી ફોડનાર ગલેમંડી ફેસ્ટિવલ મંડળ ગ્રુપ કે જેણે પોતાના અત્યાર સુધીના સભ્યોના ઇન્શ્યોરન્સના નાણા કોરોનાની બીજી લહેરમાં લોકોની સેવા પાછળ વાપર્યા છે.

સુરતીઓ ખાણીપીણી માટે તો પ્રખ્યાત છે જ પરંતુ સાથે સેવાના કામ માટે પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. જેનું સૌથી મોટું ઉદાહરણ કોરોનાની બન્ને લહેરમાં લોકોને જે મદદ કરવામાં આવી તે છે. સુરતમાં દરેક ઉત્સવ એક સેવાના કાર્ય તરીકે પણ ઉજવાય છે. દરેક મહોત્સવમાં સુરતીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને પરંતુ ખર્ચાની સામે જે ભંડોળ આવે છે તેમાંથી સેવાના કાર્યો પણ કરે છે. અને આવું જ એક ઉદાહરણ સુરતના જન્માષ્ટમીમાં મટકી ફોડનાર ગોવિંદા મંડળનું છે. ગલેમંડી ખાતે આવેલ એક ગલેમંડી ફેસ્ટિવલ મંડળ કે જેણે અત્યાર સુધી પોતાના મંડળના સભ્યો માટે એકઠા કરેલા ઇન્સ્યોરન્સના સાત લાખથી વધુના રૂપિયા કોરોનાની બંને લહેરમાં લોકોનાં ભોજન માટે ખર્ચી નાખ્યા છે.

મંડળના જીતેશભાઈ ઘીવાલા કહે છે કે “અમારા મંડળ માં 150 જેટલા સભ્યો છે .દર વર્ષે જન્માષ્ટમીમાં ગલેમંડીની વિવિધ સોસાયટી અને વિસ્તારોમાં 70 થી 80 જેટલી મટકીઓ અમે ફોડતા હોઈએ છે .આ તમામ મટકી થકી ભંડોળ એકઠું થાય છે. એ ભંડોળ અમે અમારા સભ્યોના વિવિધ કાર્યોમાં જેઓને ઘરમાં જરૂર હોય છે, ઘરમાંના આકસ્મિક ખર્ચાઓ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી અમે નવ લાખ જેટલું ભંડોળ એકઠું કર્યું હતું. જોકે ગયા વર્ષે કોરોનાના કારણે જન્માષ્ટમીનો મટકીફોડનો કોઈપણ કાર્યક્રમ યોજાયો ન હતો. તેથી અમે તમામ સભ્યોએ નક્કી કર્યું કે આ વખતે તો કોઈ કાર્યક્રમ યોજવાનો નથી તો જે પણ ભંડોળ એકઠું થયું છે તે અમે સહમતિથી કોરોનાના સમયમાં લોકોને મદદ કરવા માટે ઉપયોગમાં લીધું હતું. લોકોને ભોજનથી લઈને અન્ય જરૂરિયાતો અમે આ દોઢ વર્ષમાં પૂરી કરવાની કોશિશ કરી છે પ્રતિદિન અમે 700 થી 800 લોકોને ભોજન કરાવ્યું છે. અત્યાર સુધીમાં અમે 7 લાખથી વધુની રકમ લોકોની સેવા પાછળ વાપરી છે.

નાના પાયે સોસાયટીમાં જ દહીંહાંડીના કાર્યક્રમો યોજવા માટે ગોવિંદા મંડળોની અપીલ ગયા વર્ષે કોરોનાના કારણે જન્માષ્ટમીનો મટકીફોડનો કાર્યક્રમ યોજાયો ન હતો. પરંતુ આ વખતે કોરોનાના કેસ ઓછો થતાં ગોવિંદા મંડળો દ્વારા નાના પાયે આયોજન કરવામાં આવે તેવી અપીલ કરાઇ છે. તેઓ ઇચ્છે છે કે મોટા આયોજનો નહીં પરંતુ જે લોકોની બાધાની મટકીઓ હોય છે તે મટકીઓ સોસાયટીઓ અને ગલીમાં ફોડવાની પરવાનગી મળવી જોઈએ. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે મતકીફોડનું આયોજન થવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments