સુરતઃ કોસાડ ડેપોમાં સિટી લિંક બસ સેવામાં નોકરી કરતાં ડ્રાઈવરે પાંડેસરા વિસ્તારમાં આવીને દેશી દારૂ પીને ધમાલ મચાવી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે રાહદારીઓએ ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પગાર નહોતો મળ્યોઃડ્રાઈવર
પાંડેસરા વિસ્તારમાં દારૂ પી નશામાં ધૂત થયેલા દિલદારસિંગ બચ્ચુસિંગ સિકરવાર મૂળ મોરેના મોહનપુરનો વતની છે. કોસાડ ડેપોમાં સિટી લિંક બસનું ડ્રાઈવીંગ કરતાં દિલદારસિંગે સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં જણાવ્યું હતું કે, નોકર પર હતો પગાર ન આપતાં નોકરી પરથી પાંડેસરા આવ્યો અને દેશા દારૂની પોટલી પી ગયો હતો. બસ પુણા મુકી હોવાનું અને પોતે રજા પર તો ક્યારે ફરજ પરથી આવ્યો હોવાના લવારા સિવિલ હોસ્પિટલમાં કરતાં જોવા મળ્યો હતો.ડ્રાઈવર પાસે રહેલી થેલીમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી.
પોલીસની પોલ ખુલી
દિલદારસિંગે પાંડેસરા વિસ્તારમાં દેશી દારૂની પોટલી પીને ધમાલ મચાવી હતી. બાદમાં રાહદારીઓએ 108ને ફોન કરીને સિવિલ ખસેડ્યો હતો.પરંતુ પોલીસ દ્વારા થોડા સમય પહેલા રાજ્યભરમાં ચલાવવામાં આવેલા કેમ્પેઈનનો પાંડેસરામાં ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો. ખુલ્લે આમ દારૂના વેચાણના ઘણીવાર વીડિયો પણ પાંડેસરાના વાયરલ થયા છે ત્યારે ડ્રાઈવરે દારૂ પીધાનું સામે આવતાં પાંડેસરા પોલીસના દારૂ ન વેચાતા હોવાની તમામ વાતોની પોલ ખુલી ગઈ છે.