સુરત : સિવિલ હોસ્પિટલમાં દારૂના નશામાં સર્વન્ટે કેન્ટિનમાં હોબાળો મચાવ્યો

0
8

નવી સિવિલ ખાતેની કેન્ટીનમાં શનિવારે રાત્રે ઈંડાની આઈટમ બનાવવાના માટે સર્વન્ટે હોબાળો મચાવ્યો હતો. દારૂના નશામાં ધૂત થયેલા સર્વન્ટે કેન્ટિનના કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. જેથી બોલાચાલીમાં દારૂના નશામાં સર્વન્ટે કેન્ટીનમાં તોડફોડ કરી ભારે ધમાલ કરી હતી. બાદમાં કેન્ટીનના ત્રણ કર્મચારીઓને તેણે ઢોર માર મારી ઇજા પહોંચાડી હતી.સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે આવેલી પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

કેન્ટીનના કર્મચારી સાથે ઉદ્ધત વર્તન અને અપશબ્દો બોલીને આમલેટ બનાવવા કહેતા મામલો બિચક્યો હતો.

અભદ્ર શબ્દો બોલવાની ના પાડતાં હુમલો
મોરાભાગળના ઉગત રોડ પર રહેતો 26 વર્ષીય રાજ ઉફે નૂપુર દારૂના નશામાં શનિવારે રાત્રે લગભગ બે વાગ્યા આસપાસ નવી સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટે તરીકે ફરજ બજાવી રહ્યો હતો. રાજ તેના બે મિત્રો સિવિલ હોસ્પિટલના કેન્ટીન પર આમલેટ ખાવા ગયો હતો. જ્યાં તેણે કેન્ટીનના કર્મચારી સાથે ઉદ્ધત વર્તન અને અપશબ્દો બોલીને આમલેટ બનાવવા કહ્યું હતું. જેથી ત્યાંના કર્મચારીએ રાજને અપશબ્દો ન બોલવા કહ્યું હતું. જેથી રાજે ઉશ્કેરાઈ જઈને કેન્ટીનમાં તોડફોડ કરી ભારે ધમાલ મચાવી હતી.

ત્રણ કર્મચારીઓને માર માર્યો
ઉશ્કેરાયેલા રાજે કેન્ટીનમાં કામ કરતા કાલુરામ રબારી (ઉં.વ.આ.28) તથા સુરજ (ઉ.વ.આ.42) અને જગન (ઉ.વ.આ. 28)ને ઢોર માર માર્યો હતો. જેને લીધે સિવિલના મેન ગેટ પાસે ભારે ભાગ દોડ થઈ જવા પામી હતી. આ અંગે ખટોદરા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે ધસી આવી હતી બાદમાં ધમાલ કરનાર રાજને પોલીસ પોલીસ મથકમાં લઈ ગઈ હતી.

ત્રણ કર્મચારીઓને માર મારીને તોડફોડ કરવામાં આવી હતી.
ત્રણ કર્મચારીઓને માર મારીને તોડફોડ કરવામાં આવી હતી.

સિવિલમાંથી થોડા દિવસો પહેલા દારૂ મળેલો
સિવિલ હોસ્પિટલમાં દારૂનું વેચાણ પણ થતું હોવાનું થોડા દિવસો અગાઉ સામે આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં બની રહેલા ક્રિકેટ ગ્રાઉન્ડના કામ કાજ દરમિયાન લાકડા કાપનારાઓને સાત પોટલા દારૂ મળી આવ્યો હતો. જેથી આ અંગે પણ મેડિકલ કોલેજના ડિન અને સિક્યુરિટી તથા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here