સુરત: લસકાણામાં સાયકલના સ્ટોરમાં આગ લાગવાથી બધું સામાન ખાક, ફાયરબ્રિગેડ કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો

0
6

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સાયકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરતા કામરેજ ફાયર સ્ટેશનના અધિકારી પ્રવિણ પટેલ ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડે લગભગ એક કલાકના સમયમાં જ આગને કાબુમાં લઇ લીધી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં નવા ટાયર ટ્યુબ સહિતનો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી.

ટાયર સળગતા ધુમાડો ઉંચે ચડ્યો

પ્રવિણ પટેલ (ફાયર ઓફિસર, કામરેજ)એ જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રબરના ટાયર ટ્યુબને લઈ આગ વધુ ઉગ્ર બની હતી. કાળા ધુમાડા સાથે આકાશમાં કાળા વાદળો બનાવી દીધા હતાં. જોકે તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. ઘટના સવારે 4:17 ની હોવાથી વિસ્તાર સુમસાન હતો.

ભાડેથી દુકાન ચલાવતા હવે સામાન ભસ્મીભૂત

દુકાન માલિક ઉકાભાઈ કુરજીભાઈ ઠેસિયાનો સંપર્ક કરતા તેઓ ભાડુઆત હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું કહી શકાય છે. જોકે આ ઘટનામાં 200 નંગ નવા ટાયર અને 300 નંગ ટ્યુબ સાથે કોમ્પ્રેસર મશીન અને વાયરીંગ સહિતનો સામાન બળી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here