સુરત: પાંડેસરામાં ડાઈંગ મિલમાં મધરાતે ભીષણ આગ લાગી, 6 ફાયર સ્ટેશનની 12થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

0
5

શહેરના પાંડેસરા વિસ્તારમાં મઘરાતે આગની દુર્ઘટના સર્જાય છે. જીઆઈડીસી વિસ્તારમાં સેન્ટ્રલ પાર્કના પ્લોટ નંબર બી-40થી 52 આવેલી સુશિલા ઈન્ડસ્ટ્રીયલમાં ડાઈંગ મિલ આવેલી છે. જેમાં રાત્રિના બે વાગ્યા આસપાસ આગ ભભૂકી ઉઠે છે. આગ કાપડના તાકામાં ફેલાતાં ડાઈંગ મિલમાં રહેલા ફર્નિચર અને વાયરિંગ સહિત બોસ્કેટ કાપડના તાકા બળીને ખાક થઈ જાય છે. આગ એટલી પ્રચંડ હોય છે કે, શહેરના છ ફાયરસ્ટેશનમાંથી ફાયરની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવે છે. લગભગ 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હોય છે. આગના કારણે ડાઈંગ મિલમાં લાખો રૂપિયાનું નૂકસાન થાય છે. શોર્ટસર્કિટથી લાગેલી આગમાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

રાત્રે સવા બે વાગ્યે ફાયરને કોલ મળ્યો

પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતાં ફાયરબ્રિગેડને 2 વાગીને 13 મિનિટે કોલ મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પ્રચંડ હોવાથી શહેરના છ ફાયરસ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને સવારના આઠ વાગ્યા સુધી કૂલિંગ સહિતની કામગીરી ચાલી હતી.

રાત્રે મિલમાં કોઈ નહોતી

ડાઈંગ મિલના મેનેજર રમણીક દુગ્ગલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે આગ લાગી હતી. અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતું. આગ લાગતા કાપડ, ફર્નિચર અને વાયરિંગ બળીને ખાક થયું છે. હાલ કેટલું નૂકસાન થયું હોય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરંતુ લાખો રૂપિયા ઉપરનું નૂકસાન થયું હોય તે ચોક્કસ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here