સુરત :પંડોળના લાકડાના એક બંધ કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી, 7 કલાકે આગ કાબૂમાં આવી

0
5

સુરત શહેરના કતારગામ વેડરોડ પંડોળના લાકડાના એક બંધ કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી ભાગદોડ મચી ગઇ હતી. સામેની બિલ્ડીંગમાં રહેતા એક શ્રમજીવીએ ઘટનાને નજરે જોયા બાદ તાત્કાલિક ફાયરને જાણ કરતા 8-10 ફાયર સ્ટેશનના ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. એટલું જ નહીં પણ 7 કલાકની જહેમત ઉઠાવી આગને કાબૂમાં લઈ લીધી હતી.

આગમાં કારખાનામાં મોટાપાયે નુકસાન

ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે, 7 કલાક કન્ટ્રોલ કરતા લાગ્યા હતા. સવારે 8:30થી કુલીંગનું કામ શરૂ કરાયું છે. જોકે, આગમાં કોઈ જાનહાની ન નોંધાય હોવાનું ફાયરે જણાવ્યું હતું. જ્યારે આ આગમાં કારખાનામાં મોટાપાયે નુકસાન થયું છે.

આગને કાબૂમાં લેતા ફાયર વિભાગે સાત કલાક જેટલો સમય લાગ્યો.
આગને કાબૂમાં લેતા ફાયર વિભાગે સાત કલાક જેટલો સમય લાગ્યો.
લાકડાના કારખાનામાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ ન નોંધાય.
લાકડાના કારખાનામાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ ન નોંધાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here