Wednesday, September 29, 2021
Homeસુરત : અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારીગરે અજાણ્યાને રહેંસી નાંખ્યો
Array

સુરત : અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારીગરે અજાણ્યાને રહેંસી નાંખ્યો

અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારખાનામાં કામ કરતા કારીગરને મળવા આવનાર અજાણ્યા યુવાન સાથે ઝઘડો થતા બંને વચ્ચે મારામારી થતા અજાણ્યાનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 ના પ્લોટ નં. 117થી 120માં આવેલા લુમ્સ કારખાનાના મેનેજર મુકેશ ધરમસિંહ બરવાળીયા (ઉ.વ. 37 રહે. સી 901, ભક્તિ હાઇટ્સ, અમરોલી-સાયણ રોડ) પર ગત બપોરે કોલ આવ્યો હતો કે કારખાનાના કારીગર બાબુનો કોઇ સાથે ઝઘડો થયો છે. જેથી મુકેશ તુરંત જ કારખાના માલિકની ઓફિસ પાસે ઘસી ગયો હતો. મુકેશે બાબુને પુછતા તેણે કહ્યું હતું કે મેરા ઝઘડા હો ગયા થા ઔર મુજે સર મે ચોંટ આઇ હૈ. બાબુના માથામાંથી લોહી નીકળતું હોવાથી મુકેશે તેના ડોક્ટર પાસે જવાનું કહ્યું હતું. ત્યાર બાદ કારખાનાના સુપરવાઇઝર રશ્મીરંજન મહાપાત્રાએ બાબુ સાથે જેનો ઝઘડો થયો હતો તેને પ્લોટ નં. 191 અને 192ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મૃત હાલતમાં જોઇ ચોંકી ગયો હતો. જો કે આ અંગેની જાણ કરતા તુરંત જ અમરોલી પોલીસ ઘસી આવી હતી. પોલીસ અને મેનેજર મુકેશે કારખાનાના સીસીટીવી ચેક કરતા બાબુ કારખાનાના પાંચમાં માળે હતો ત્યારે મૃતક યુવાન પણ પાંચમાં માળે ગયો હતો. જયાંથી મૃતક યુવાન થોડી વારમાં પરત આવ્યો હતો અને તેની પાછળ બાબુ પણ ગયો હતો. ત્યાર બાદ તેઓ વચ્ચે ઝઘડો થતા અજાણ્યા યુવાનને બાબુએ માર મારી મોતને ઘાત ઉતાર્યો હોવાની આશંકા સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments