Wednesday, September 29, 2021
Homeસુરત : કોરોનાના કહેર વચ્ચે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું
Array

સુરત : કોરોનાના કહેર વચ્ચે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું

સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ સહિત વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આ કેસોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું પાલિકા માની રહી છે. ભયભીત તંત્રએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કર્યાં છે.

ખાસ 1 હજાર 500 જેટલાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની મદદથી મચ્છરોના બ્રિડિંગ શોધી નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષે મેલેરિયાના 750 જેટલા કેસો નોંધાયા હતાં. જ્યાં ચાલુ વર્ષે માત્ર 185 કેસ નોંધાયા છે. ગત વર્ષે ડેન્ગ્યુના 570 કેસો નોંધાયા હતાં. જે ચાલુ વર્ષે 350 જેટલાં સામે આવ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments