- Advertisement -
સુરતઃ શહેરના મરીન પોલીસ મથકના પોલીસમેનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જેથી ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. અને ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ચા-નાસ્તા બાદ હાર્ટ ફેઈલ થયું હોવાનું જણાવ્યું
મળતી માહિતી પ્રમાણે, મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા દિપક ભટ્ટ નામના પોલીસમેને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેને મેટાસ(મિશન) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવાજનોએ ડોક્ટરોની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન વહેલી સવારે ચા-નાસ્તા બાદ હાર્ટ ફેઈલ થયું હોવાનું જુનિયર ડોક્ટરોએ કારણ આપ્યું હતું. હાલ પરિવાર દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.