સુરત – અઠવા ઝોનમાં સેનેટરી ઇન્સ્પેકટર અને સફાઈ કામદારો વચ્ચે જાહેરમાં બબાલ થઈ

0
8
સફાઈકર્મી અને અધિકારીઓ વચ્ચે જાહેરમાં માથાકૂટ સર્જાઈ હતી.
  • જાહેરમાં સેનેટરી ઈન્સ્પેક્ટરને મારવા લીધો
  • સફાઈ કામદારોનું અભદ્ર વર્તનનો આક્ષેપ
સફાઈકર્મી અને અધિકારીઓ વચ્ચે જાહેરમાં માથાકૂટ સર્જાઈ હતી.

સીએન 24,ગુજરાત

સુરતઅઠવા ઝોન વિસ્તારમાં સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈ કામદારો વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીની સાથે મામલો ન અટકતાં હાથાપાઈ પર આવી ગયાં હતાં. આ અંગે પાલિકા કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર બબાલનો વીડિયો પણ સામે આવ્યો છે.

સેનેટરી ઈન્સ્પેક્ટર પર આક્ષેપ

પાલિકા કમિશનરને કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ખટોદરા અઠવા ઝોનના સફાઈ કામદારોની સાથે ‌અભદ્ર વૅતન કરતા si ssi લલીતભાઈ પરમાર કે, જે સુરત મહાનગરપાલિકા ખાતે ચાલતા કોઈ યુનિયન લીડરના જોરે અધિકારી થઈને આવી રીતે ખુલ્લા મેદાનમાં ગાળ ગલોચ કરી તથા ધક્કા મુક્કી ખુલ્લેઆમ તકી છે. ઝોન ના વડા કોઈ બાબતનું ધ્યાન રાખતા નથી. સાથે જ કામગીરી કરવાની જગ્યાએ બબાલ કરે છે. માથા ભારે લલીત પરમાર  ફક્ત ખોટી હાજરી પુરવા માટે આવે છે અને પછી તેના સાથી મિત્રોની સાથે સાઠ ગાંઠ હોય ભાઈ લલીત પરમાર મોં બતાવી ચાલ્યા જાય છે .

બ્લેકમેઈલ કરાતા હોવાના આક્ષેપ

સફાઈ કામદારોએ કરેલા આક્ષેપ મુજબ કોઈ યુનિયન નેતાનો હાથો બની બીન જરૂરી પોતાના મોબાઈલમાં ફોટા પાડીને બેલકમેલ કરી રહ્યા છે. કાયદાકીય જોગવાઈઓ  મુજબ ખોટી રીતે યુનિયનના નામથી ડરાવી ધમકાવીને મહાનગરપાલિકા ખાતે ગરીબ કામદાર કે જેઓ બહારથી આવી ને નોકરી કરવા આવતા હોય છે અને તેઓ સોંપવામાં આવેલ કામગીરી કરી રહ્યા હોય છતાં આ લલીત પરમાર ખોટી દાદાગીરીથી કામદાર ઓ પર ખોટો  દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદ જીભાઈ વસાવા દ્વારા કરવામાં આવી છે.