Wednesday, October 20, 2021
Homeસુરત : એક મહિલા અને યુવકની જાહેરમાં સર્જાયેલી મારા મારીનો વીડિયો સોશિયલ...
Array

સુરત : એક મહિલા અને યુવકની જાહેરમાં સર્જાયેલી મારા મારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરતના દિલ્હીગેટ પાસે મારામારીનો એક વિડીયો વાઈરલ થયો છે. એક મહિલા અને એક યુવાન એક ઈસમને માર મારી રહ્યા છે. જેમાં મહિલા ગાળો પણ બોલી રહી છે. મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અન્ય લોકોએ પણ માર માર્યો

સુરતના દિલ્હીગેટ પાસે એક મહિલા અને એક યુવાન બીજા ઈસમને માર મારી રહ્યો છે. આ ઝગડો ઉગ્ર બને છે. અને એક બીજાના કપડા પણ ફાટી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે અજાણ્યા ઇસમેં તેને લાફો માર્યો હતો. જેથી તેને માર મારી રહ્યા છે. રોષે ભરાયેલી મહિલા અને તેની સાથે રહેલો ઈસમ રોષમાં આવી જાય છે અને ઇસમને નીચે પાડી તેના વાળ પકડીને ઢોર માર મારવામાં આવે છે. જોકે સમગ્ર ઝઘડા અંગે મહિલા કે પુરૂષે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

બંદોબસ્ત વધારવા લોકોની માંગ

બીજી તરફ ઇસમ પણ સામે મારામારી કરી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઈને આસપાસ લોકટોળું એકત્ર થઇ જાય છે. તો ત્યાં હાજર TRB જવાન પણ ત્યાં આવી પહોચે છે અને મામલો શાંત કરવાની કોશિષ કરે છે. વાઈરલ વીડિયોમાં મહિલા ગાળો બોલે છે અને સાથે જ ઈસમને માર મારી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ દિલ્હીગેટ વિસ્તારમાં યુવતીની છેડતી બાબતે મામલો ઉગ્ર બની ગયો હતો અને એક ઇસમની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments