સુરતઃ વેસુમાં આવેલા એક બોડી સ્પાના કર્મચારી પર ચાર જેટલા યુવાનો દ્વારા લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. 27 મી જૂનના રોજ બની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કર્મચારીએ 20 હજારની લૂંટ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટ થઈ હોવાનો પણ આક્ષેપ
વેસુના રૂંગટા કોમ્પલેક્સમાં ચાલતા ન્યુ મોડલ બોડી સ્પાના દીપક નામના કર્મચારી પર ગત 27મીના રોજ ચાર જેટાલ યુવાનો દ્વારા લકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે 7 જેટલા ટાંકા પણ લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દ્વારા દીપકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધી હતી. દીપકે 20 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
વહેમમાં હુમલો થયાની શક્યતા
17મીના રોજ કરવામાં આવેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચાર જેટલા યુવકે દ્વારા દીપક પર હુમલો કરવામાં આવ્યો હતો. દીરકે જણાવ્યું હતું કે, હુમલાખોરોમાં એક સંજુસિંગ હતો. જેની પત્નીને તેના બીજા લગ્ન અંગે જાણ કરી હોવાના વહેમમાં હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સીસીટીવી આધારે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.