Friday, September 17, 2021
Homeસુરત : સાડીના વેપારીને કુરીયરમાં મળી પિસ્તોલ અને ધમકી ભર્યો પત્ર
Array

સુરત : સાડીના વેપારીને કુરીયરમાં મળી પિસ્તોલ અને ધમકી ભર્યો પત્ર

સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા લોકેશ સિંધીને અજાણ્યા શખ્સ દ્વારા એક કુરિયર મોકલાયું..જે કુરિયરમાંથી દેશી હાથ બનાવટની રિવોલ્વર જીવતા કારતૂસ ધમકીભર્યો લેટર અને પોતાના ઘર અને ફાર્મના ફોટા મળી આવ્યા હતા. જે કુરિયર ખોલતા વેપારી લોકેશ સિંધી ચોંકી ઉઠ્યો હતો. વેપારીએ તાત્કાલિક આ બાબતની જાણ સુરત પોલીસ કમિશનર સહિત પોતાના વેપારી વર્તુળમાં કરતા મામલો બહાર આવ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે મામલાની ગંભીરતાને જોઈ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી સોંપી હતી. સલાબતપુરા પોલીસે આ ઘટનામાં વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા માર્કેટ વિસ્તારના મોટા ભાગના સીસીટીવી કેમેરાને ટ્રેક કર્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments