Monday, October 18, 2021
Homeસુરત : વ્યારામાં મોબાઈલનો વપરાશ કરતાં પકડાયેલી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા...
Array

સુરત : વ્યારામાં મોબાઈલનો વપરાશ કરતાં પકડાયેલી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ

  • દીકરીને ગૂમાવ્યા બાદ પરિવારને જાણ થઈ કે પાડોશી યુવકે ફોન અપાવેલો

બાળકી પાસે ફોન જોઈને પૂછપરછ કરી હતી
ધોરણ 8ની મૃતક તેજસ્વીના પિતા અનિલ ગામીતએ જણાવ્યું હતું કે, છેલ્લા 2-3 દિવસથી જ એ ફોન વાપરતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે તેની પૂછપરછ કરી હતી. ફોન કોણે આપ્યો તેવું પૂછ્યું પણ કશું બોલી ન હતી. એટલે થોડો ગુસ્સો કર્યો હતો .ત્યારબાદ બધા જ પોત-પોતાના કામે લાગી ગયા હતા. 11 ફેબ્રુઆરીના રોજ મળસ્કે તેજસ્વીની તબિયત બગડી હતી. ઉલટી કરતા-કરતા બોલી પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે.. આ વાત સાંભળી ધ્રુજારી આવી ગઈ હતી.

સારવાર દરમિયાન મોત
ભાન ભૂલેલી દીકરીના આવા કૃત્ય બાદ તેને ગંભીર હાલતમાં જ મોપેડ ઉપર તાત્કાલિક ગામના દવાખાને લઈ ગયા હતા. જયાંથી 108માં વ્યારા રેફરલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા હતાં.દીકરી ભણવામાં હોશિંયાર હોવાનું કહેતા પિતાએ ઉમેર્યું કે, આશાસ્પદ દીકરી હતી.

પાડોશી યુવકે મોબાઈલ આપ્યો હતો
અનિલ ગામીત વધુમાં કહ્યું હતું કે, ધોરણ-8 માં અભ્યાસ કરતી દીકરી પાસેથી અચાનક મોબાઈલ ફોન મળી આવવો આઘાત જનક હતું. પાછળથી ખબર પડી કે પાડોશીએ આપ્યો હતો. હવે દીકરી ગુમાવ્યા બાદ પાડોશી યુવકને કહીને પણ શું ફાયદો, તેજસ્વી ખૂબ હોશિયાર અને ઘરમાં બધાની લાડકી હતી. એક નાનકડી વાતના જવાબ આપવાને બદલે એણે જિંદગીની સાથે પરિવારને જવાબ આપી દીધો એ દુઃખદ કહી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments